ગુજરાતી જાહેર સેવા યોગ દ્વારા લેવાનારી ગુજરાત વહીવટી સેવા વર્ગ એક ગુજરાત મુલ્કી સેવા વર્ગ એક અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની જગ્યાઓ પર ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા તારીખ 8 જાન્યુઆરીને રવિવારે યોજાશે. આ પરીક્ષા ભાવનગરમાં કુલ 45 કેન્દ્રો ખાતે યોજાશે જેમાં 11, 093 ઉમેદવારો કસોટી આપવાના છે.
આ પરીક્ષા ભાવનગર શહેરના 45 કેન્દ્રો ખાતે લેવામાં આવશે આ પરીક્ષા બે સેશનમાં લેવામાં આવશે. જેમાં પ્રથમ સેશનમાં પ્રથમ પ્રશ્નપત્ર સામાન્ય અભ્યાસ 1નું રહેશે અને તેનો સમય સવારે 10થી બપોરના 1વાગ્યા સુધીનો રહેશે. જ્યારે બીજું પ્રશ્નપત્ર, સામાન્ય અભ્યાસ 2નું રહેશે અને બીજા પ્રશ્નપત્ર નો સમય બપોરના 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમ્યાન રહેશે તેમ ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.