મતદાન:14,951 કર્મચારીઓને મતદાન માટે કુલ 10 ફેસિલિટેડ સેન્ટરોની સુવિધા

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ વિભાગ માટે મતદાનના અલાયદા ત્રણ સેન્ટર ઉભા કરાયા

જિલ્લામાં અંદાજિત 14,981 કર્મચારીઓ ચૂંટણી ફરજ પર રોકાયેલા છે તેમો મોટી સંખ્યામાં પોસ્ટલ બેલેટ મારફત મતદાન કરી શકે તે હેતુથી ભાવનગર જિલ્લાની તમામ વિધાનસભા મત વિભાગ પર તમામ તાલીમ સમય દરમિયાન ફેસીલીટેશન સેન્ટર ઉભા કરવામાં આવેલ છે.

મહુવા બેઠક પર કે.જી.મહેતા કન્યા વિદ્યાલય- મહુવા ખાતે તા.24 અને 25 નવેમ્બર,સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી. તળાજા બેઠક પર સરકારી વિનયન કોલેજ- તળાજા ખાતે તા.23થી 25 નવેમ્બર, 8 કલાક થી 5 કલાક સુધી, ગારિયાધારમાં પારેખ હાઇસ્કુલ, નાની વાવડી રોડ ખાતે તા.૨24 અને 25મીએ સવારે 9 કલાક થી 5 કલાક સુધી, પાલિતાણા બેઠક પર મોડેલ સ્કૂલ, માનવડ, હડમતીયા, ગારિયાધાર રોડ- પાલિતાણા ખાતે તા.24 અને 25 નવેમ્બર, સવારે 9થી સાંજના 5.30 સુધી. ભાવનગર ગ્રામ્ય સર બી.પી.ટી.આઈ.ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ કોલેજ ખાતે તા.23થી 25 નવેમ્બર 12 વાગ્યાથી સાંજે 5 કલાક સુધી, ભાવનગર પૂર્વ બેઠક પર વળીયા કોલેજ, વિદ્યાનગર- ભાવનગર ખાતે તા.24 અને 25 નવેમ્બર, સવારના 9થી સાંજના 5 સુધી અને ભાવનગર પશ્ચિમ બેઠક

ખાતે એમ.જે.કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર ખાતે તા.23 અને 24 નવેમ્બર, 12થી સાંજના 5 કલાક સુધી પોલીસ અધિક્ષકની કચેરી, ભાવનગર ખાતે ભાવનગર ડિવિઝનના પોલીસ સ્ટેશનના પોલીસ શાખા, પોલીસ હેડ ક્વાર્ટરના માત્ર પોલીસ અધિકારી/કર્મચારીના સ્ટાફ માટે જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર, ડી.એસ.પી. ઓફિસ કેમ્પસ, ભાવનગર ખાતે તથા તા.25 નવેમ્બરે માત્ર હોમગાર્ડ અને જી.આર.ડી.ના સ્ટાફ માટે જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર, ડી.એસ.પી.ઓફિસ કેમ્પસ, ભાવનગર ખાતે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, મહુવા કે.જી.મહેતા કન્યા વિદ્યાલય- મહુવા ખાતે 24 નવેમ્બરે સવારે 7.30 કલાકથી સાંજે 5.30 કલાક અને નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, પાલિતાણા ખાતે પાલિતાણા હાઇસ્કુલ, તળેટી રોડ, પાલિતાણા ખાતે તા.24 નવેમ્બરે સવારે 7.30 કલાકથી સાંજે 5.30 કલાક દરમિયાન ફેસીલીટેશન સેન્ટર ખાતે મતદાન કરી શકાશે.

આ અંગે મહુવા બેઠક પર મામલતદાર મહુવા, તળાજા બેઠક પર આચાર્ય- સરકારી વિનયન કોલેજ તળાજા, ગારિયાધાર બેઠક પર બી.આર.સી.કો.-જેસર, પાલિતાણા બેઠક પર સર્કલ ઓફિસર- સિહોર, ભાવનગર ગ્રામ્ય બેઠક પર તાલુકા વિકાસ અધિકારી- ભાવનગર, ભાવનગર પૂર્વ બેઠક પર બી.એન.વિરાણી હાઈસ્કૂલ- ભાવનગર, ભાવનગર પશ્ચિમ બેઠક પર આરોગ્ય વિભાગ મહાનગરપાલિકા, પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર ગંગાજળિયા પોલીસ સ્ટેશન- ભાવનગર, નાયબ પોલીસ અધિકક્ષની કચેરી- મહુવા ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર- મહુવા, પોલીસ અધિકારીની કચેરી- પાલિતાણા ખાતે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર- પાલિતાણાને ફેસીલીટેશન સેન્ટરના ઇન્ચાર્જ ઓફિસર તરીકેની નિમણૂંક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...