સ્ટાફ વધારવાની દરખાસ્ત:ફાયરમાં હાલમાં ભરતી અપૂર્ણ છે ત્યાં સ્ટાફમાં ત્રણ ગણો વધારો મંજૂર કરાયો

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયરની 76ના સ્ટાફની સંખ્યા વધારીને 242 કરવાના નિર્ણયને સ્ટેન્ડિંગમાં બહાલી
  • પશુત્રાસ વિભાગમાં 61 જગ્યાને મંજૂર કરાઈ

ભાવનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં શહેરના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગમાં હાલ જે 76 જગ્યાઓ છે તેના બદલે શહેરનો વિસ્તાર વધ્યા બાદ સ્ટાફ વધારવાની દરખાસ્ત આવેલી તે અધ્યક્ષસ્થાનેથી મંજૂરી કરીને 242 જગ્યા મંજૂર કરવામાં આવી છે પણ હાલ જે વાસ્તવિકતા છે તે મુજબ ચીફ ફાયર ઓફિસરની જગ્યા ઇન્ચાર્જથી ચાલે છે અન્ય ફાયર અધિકારીની 6 જેટલી જગ્યા ખાલી છે તેમજ અન્ય ડ્રાઇવર કે ફાયરમેનની જગ્યાઓ ખાલી છે તે આઉટ સોર્સિંગથી ભરવામાં આવી છે.

ત્યારે હાલના સેટઅપથી ત્રણ ગણાથી વધુ જગ્યા કેમ ભરાશે તે પ્રશ્ન જાગે તે સ્વાભાવિક છે. પણ આજે તો ફાયર વિભાગમાં 76ને બદલે 242 એટલે કે 3.18 ગણો મહેકમમાં વધારો કરાયો છે. આ ઉપરાંત પશુત્રાસ વિભાગમાં હાલ માત્ર એક જગ્યા છે તેના સ્થાને હવે 61 નવી જગ્યાનું સેટ અપ મંજૂર કરાયું છે. આ આયોજન તો કાગળ ઉપર સુંદર લાગે પણ ખરેખર આ જગ્યાઓ પર રેગ્યુલર કર્મચારીઓ અને અધિકારીઓ આવે ત્યારે તેને સાચું ગણવાનું રહેશે.

ભાવનગર મહાનગરપાલિકાનો હદ વિસ્તાર 53 કિલોમીટર હતો પણ સરકારે તેમાં નવા 6 ગામ ભેળવીને તેમાં હદ વધારીને 108 ચોરસ કિલોમીટર કરાયો છે. જેના કારણે મહાનગરપાલિકાની કામગીરી વધી ગઇ છે આથી કર્મચારીઓના સેટઅપમાં વધારાની દરખાસ્ત મહાનગરપાલિકા માટે અગાઉ કરવામાં આવી હતી. દરમિયાનમાં આજે મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક આજે યોજાઇ હતી જેમાં અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ રજૂ કરીને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસમાં હાલ 76 જગ્યાઓ મંજૂર થયેલી છે તેની બદલે હવે 242 જગ્યા મંજૂર કરવામાં આવી છે. \

આવનારા દિવસોમાં શહેરની ફાયર સ્ટેશનની જરૂરયાતોને ધ્યાને લઇ આ નિર્ણય કરવામાં આવ્યો છે. પણ હાલ વાસ્તવિકતા એ છે કે હાલના 76ના સેટઅપમાં પણ ઓફિસરોની 6 જેટલી જગ્યા ખાલી છે અને અન્ય ફાયરરમેન કે ડ્રાઇવરની જગ્યા ખાલી છે ત્યાં આઉટ સોર્સિંગથી જગ્યા ભરવામાં આવી છે.

આ ઉપરાંત પશુત્રાસ વિભાગનું નવું સેટઅપ મંજૂર કરાયું છે. જેમાં હાલ 1 જગ્યા હતી તેની સામે 61 જગ્યા કરવામાં આવી છે. જેથી 61 ગણું વધુ સેટઅપ કરાયું છે. જેથી આવનારા દિવસોમાં ભરતી કરીને પશુ નિયંત્રિત કરવાની કામગીરી અસરકારક કરી શકાશે. ઓડિટ વિભાગના ટેકનિકલ સ્ટાફ કામોની વિઝિટ માટે જાય છે ત્યારે તેની સાથે 3 ઇજનેરોને પણ મુલાકાત કરવાની મંજૂરી આપી છે.

અને તેમાં ચિંતન ચાંપાનેરી, હેપીલ ઠુંમર અને ક્રિષ્ના જોષીનો સમાવેશ થાય છે. એડિશનલ સિટી ઇજનેર તથા સિટી ઇજનેરના પરિશિષ્ટમાં સુધારો કરાયો છે તેમજ બોર્ડ અને કમિટિ વિભાગ અને ઓડિટમાં ભરતી બઢતી માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...