વિશ્વ પર્યાવરણ દિવસ:ભાવનગરના પ્રભુદાસ તળાવ પાસે 108ની ટીમ દ્વારા વૃક્ષોરોપણ કરાયું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાથે સાથે કેટલીક ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા અનોખી ઉજવણી કરાઇ

5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વમાં આજે પર્યાવરણ દિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્રારા ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ 108ની ટીમ દ્વારા ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ પાસે વૃક્ષોરોપણ કરવામાં આવ્યું હતું.

શહેરમાં પર્યાવરણ દિવસની જૂદા-જૂદા કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી છે. જેમાં આજરોજ ભાવનગર 108ની ટીમ દ્રારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે શહેરના પ્રભુદાસ તળાવ પાસે આવેલ ફાયર સ્ટેશન ખાતે વૃક્ષો રોપણ કરવામાં આવ્યું હતું. 108 ટીમ તથા પ્રકૃતિ પ્રેમીઓએ વૃક્ષારોપણ કરી વૃક્ષોને જતન કરવા જાહેર અપીલ કરી છે. સાથે સાથે કેટલીક ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આ દિનની અનોખી ઉજવણી કરવામાં આવી છે.

આ વૃક્ષોરોપણ કાર્યક્રમમાં જીવીકે 108ની ટીમના ઈએમઈ નરેશ ડાભી તેમજ ડ્રેનેજ વિભાગના ભરતભાઈ અને સફાઈ વિભાગના સંજયભાઈ સાથે 108ના સ્ટાફ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...