તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આધુનિક અંધશ્રદ્ધા?:બે મોબાઈલ ફોનને નારિયેળ સાથે દોરાથી બાંધી કોઈ ચોકમાં મૂકી ગયું, ભાવનગરના કરચલિયાપરા વિસ્તારની ઘટના

ભાવનગરએક મહિનો પહેલા
  • ભાવનગર શહેર વાલ્કેટ વિસ્તારમાં આ ઘટના બની

આપણા દેશમાં અંધશ્રદ્ધાની આંધળી દોડમાં લોકો લોકો એવા તો ઓત પ્રોત થઈ જાય છે કે તે શું કરે તેની ખબર જ નથી હોતી તેવી જ એક અજીબો ગરીબ ઘટના બની છે, જેમાં ભાવનગર શહેર વાલ્કેટ વિસ્તારમાં લોકો અંધશ્રદ્ધાના ભાગરૂપે વિવિધ વસ્તુઓનો ઉતાર કરતા હોય છે જેના ભાગરૂપે નાળિયેર સાથે મોબાઈલ ફોન પણ મૂકી ગયા હતા.

અંધશ્રદ્ધામાં લોકોએ પોતાની ગેરમાન્યતાઓ ને કારણે ઘણું બધું ગુમાવતા હોય છે, ભવિષ્ય ભાખનારા લોકો તમારી પર ભૂત પ્રેતનો સાયો છે આવા ખોટા ભ્રમ પેદા કરતા હોય છે તેવો જ કિસ્સો શહેરના કરચલિયા વિસ્તારમાં બની અનોખી ઘટના બની હતી મોડીરાત્રીના સુમારે કોઈ એક સેલફોન અને એક એન્ડ્રોઇડ ફોન સાથે નાળિયેર પર તાંત્રિક વિધિ કરી ને ચોકમાં ઉતાર મૂકી ગયું હતું,

ઘણી વાર આપણને સાંભળવા મળ્યું છે કે જોયુ હશે કે, ચાર ચોકમાં લોકો તાંત્રિક વિધિઓ કરી સાડીઓ, લીંબુઓ અથવા તો કોઈ ચીજવસ્તુઓ મુકતા જોવા મળે છે પણ આજે કઈક નવીન જોવા મળ્યું હતું, મોબાઈલ ફોન ચોકમાં ઉતારીને મુક્યો હતો, આવી ઘટના મોટા ભાગે નાના વિસ્તારોમાં અથવા તો જ્યાં અભણ લોકો રહે ત્યાં વધુ જોવા મળે છે, આ ઘટનાને લઈ લોકો માં કૌતુહલ જોવા મળ્યું હતું.

લોકો પોતાને મોડર્ન તો ગણાવે છે પણ લોકો જ્યારે કોઈ પણ પ્રશ્નનો ઉત્તર ન પામી શકે, મુંઝવણમાં મુકાઈ જાય ત્યારે કોઈપણ સવાલ અથવા પ્રશ્નનો ઉકેલ અથવા જવાબ માટે ભવિષ્ય ભાખનાર, બાબાઓ અને ધણા લેભાગુ લુટારુઓની જાળમાં ફસાઈ જાય છે.

આ અંગે કિશનભાઈ વાજાએ જણાવ્યું હતું કે, મોડીરાત્રે ક.પરામાં આવેલ વાલકેટ ગેઇટ પાસે આવેલા ચોકમાં કોઈ નાળિયેર સાથે મોબાઈલનો વળગાટ સાથે મૂકી જતા અમે જોઈને આશ્ચર્ય થયું હતું. બીરજુભાઈ ચૌહાણએ જણાવ્યું હતું કે, અમે જ્યારે મોબાઈલ સાથે નાળિયેર ઉતારીને જોયું તો અમે પણ ચકિત થઈ ગયા હતા અને અત્યારે સુધી લોકો ચોકમાં સાડીઓ, લીંબુઓ, અને ઘર વખરી, અથવાતો કોઈ ચીજવસ્તુઓ મુકતા જોયું છે પણ મોબાઈલ સાથે પહેલીવાર આવી ઘટના જોઈ છે.

અન્ય સમાચારો પણ છે...