તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સર્વેલન્સ ટીમની રચના થશે

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તમામ નગરપાલિકાઓમાં વોર્ડવાઇઝ સમિતિ રચાશે

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કોવિડ-19નાં રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ ભાવનગર જિલ્લામાં શહેર, નગરપાલિકાઓ અને ગ્રામ્યના તમામ વ્યક્તિઓને મળે તે હેતુથી નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં વ્યક્તિઓને યોગ્ય માહિતી મળી રહે તે માટે ગ્રામ્ય વિસ્તારો માટે સમિતિઓની રચના કરવામાં આવી છે.

ભાવનગર જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં કોવિડ-19ના રસીકરણ કાર્યક્રમનું લાઈઝનિંગ કરવા લાયઝન અધિકારી તરીકે ચીફ ઓફિસર બી.પી.વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. તેઓેએ જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરી તમામ નગરપાલિકાઓમાં વોર્ડવાઇઝ સમિતિની રચના કરવાની રહેશે. જેમાં ચીફ ઓફિસર અને નોડલ અધિકારીશ્રી દ્વારા નિમણૂક આપેલ નગરપાલિકાઓના કર્મચારી, વોર્ડના નગરસેવક, વોર્ડની નગર પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ જરૂરિયાત મુજબ શિક્ષકો, નગર સેવકે નક્કી કરેલ સ્વયં સેવકો અને જરૂર જણાયે વોર્ડના પ્રતિષ્ઠિત નાગરિકોની વોર્ડવાઇઝ સમિતિની રચના કરવાની રહેશે.

આ વોર્ડવાઇઝ સમિતિએ આરોગ્ય તંત્ર પાસેથી રસીકરણ અંગેના સેક્શનનું કેલેન્ડર મેળવવું, પાત્રતા ધરાવતા વ્યક્તિઓને રસીકરણ બાબતે માહિતગાર કરવા અને સેશન માટે વ્યક્તિઓની સેશનના આગળના દિવસે યાદી તૈયાર કરવી, રસીકરણના સેશન વખતે યાદી મુજબના વ્યક્તિઓને રસીકરણ કેન્દ્ર પર લાવી રસી અપાવવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો