મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરમાં અભ્યાસ કરતી વિધાર્થીની કાક્લોતર પ્રિયા મહેશભાઈએ યુનિવર્સિટીના 42માં ખેલકૂદ મહોત્સવમાં એથ્લેટિક સ્પર્ધાની વિવિધ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.
એથલેટીક્સની અન્ય ઇવેન્ટ લાંબીકુદમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો
એમ.કે.બી. યુનિ.ના શા.શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત 42માં ખેલકૂદ મહોત્સવમાં ઉંચીકુદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ખેલકૂદ મહોત્સવની એથ્લેટિક સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ભાવનગરની વિધાર્થીની કાક્લોતર પ્રિયા મહેશભાઈએ ઉંચીકુદ સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. જયારે એથલેટીક્સની અન્ય ઇવેન્ટ લાંબીકુદમાં દ્વિતીય નંબર, 400મી. દોડમાં દ્વિતીય નંબર, 4 X 100 રીલે દોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું હતું.
કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા
આ એથલેટીક્સ મીટમાં યુનિવર્સિટીનો ઉંચીકુદ અને લાંબીકુદનો જુનો રેકોર્ડ તોડીને આ વર્ષે પ્રિયા કાક્લોતરે નવો રેકોર્ડ બનાવ્યો હતો. પ્રિયા મહેશભાઈ કાક્લોતરની આ સિધ્ધિ બદલ કોલેજના ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.