આયોજન:આજે ભાવનગરના વિવિધ વિસ્તારોમાં મતદાન જાગૃતિ માટે શેરી નાટક યોજાશે

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર સ્થળોએ સાંજે ચાર વાગ્યાથી શેરી નાટક
  • ભાવનગર શહેરમાં ત્રણ સ્થળોએ સીદસર મોડલ સ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા સુંદર નાટકની પ્રસ્તુતિ કરવામાં આવશે

ભાવનગરમાં મતદાન જાગૃતિ સંદર્ભે આવતી કાલ તા.20 નવેમ્બરને રવિવારના રોજ અલગ અલગ જાહેર સ્થળોએ સાંજે ચાર વાગ્યાથી શેરી નાટક યોજીને લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવશે. રવિવારે સાંજે 4 કલાકે વિક્ટોરિયા પાર્ક પાણીની ટાંકી પાસે, સાંજે 5.30 કલાકે હિમાલયા મોલ ખાતે, તેમજ સાંજે 6 વાગ્યે અકવાડા લેક ફ્રન્ટ ખાતે સીદસર મોડલ સ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા સુંદર નાટકની પ્રસ્તુતિ કરવામાં આવશે.

આવતી કાલ રવિવારે સાંજે લોકો અલગ-અલગ સ્થળોએ ફરવા જતા હોય છે ત્યારે મતદાન કરવા અંગે શેરી નાટક જોઈને જાગૃત થાય એ હેતુથી અવસર થીમ અંતર્ગત કાર્યક્રમો યોજાશે. 2012ની ચૂંટણીમાં 2017ની ચૂંટણીમાં મતદાનમાં ભાવનગરમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે આ વખતે ચૂંટણીમાં મતદાન વધે અને તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે આવતીકાલે રવિવારે શહેરના ત્રણ વિસ્તારમાં શેરી નાટકોનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...