ગોટલીબ ડાઇમલરનો જન્મદિવસ ઉજવાયો:સાયન્સ સેન્ટરમાં "પ્રથમ મર્સિડિઝ કાર"નું સ્ટેટિક મોડલ દર્શાવાયું

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 સિલિન્ડરના એન્જિનમાં ચાલતી 4 પૈડાંવાળી ગાડી બનાવેલી
  • ​​​​​​​મર્સિડિઝ કાર બનાવનાર ગોટલીબ ડાઇમલરનો જન્મદિવસ ઉજવાયો

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે "પ્રથમ મર્સિડિઝ કાર" બનાવનાર ગોટલીબ ડાઇમલરના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી અને ખાસ આકર્ષણ એ હતું કે ભાગ લેનાર વિદ્યાર્થીઓને ગોટલીબ ડાઇમલર કોણ હતા અને તેની શોધ વિષે માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ ઓટો મોબાઇલ ગેલેરીમાં તેમનુ સ્ટેટિક મોડલ બતાવવામાં આવ્યું હતું.

આ આયોજનમા 100થી વધુ વિદ્યાર્થીઓ , શિક્ષકો અને મુલાકાતીઓએ ખૂબ જ રસપુર્વક ભાગ લીધો હતો. આ સમગ્ર આયોજન અનિકેત વેગડ, તન્હા મકવાણા તથા રાજુભાઈ વાઘેલાના સયુંકત ઉપક્રમે અને સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ . ગિરિશ ગૌસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ હતુ.

માહિતી અપાઇ હતી કે ગોટલિંબ ડાઈમલરે એન્જિન વિશે અનુભવ મેળવવા તેમણે જર્મનીની વિવિધ એન્જિનિયરિંગ કંપનીઓમાં કામ કર્યું હતું. વર્ષ 1882માં, ડાઈમલર અને તેમના સાથી વિલેમ મઁબેંકે ઓટ્ટોની કંપની છોડીને પોતે એન્જિન બનાવવાનું શરૂ કર્યું. તેમણે સૌ પ્રથમ સફળતાપ્રાપ્ત હાઇ-સ્પીડ ઇન્ટરનલ-કમ્બશન એન્જિનની પેટન્ટ કરાવી (1885) અને ઈંધણ તરીકે ગૅસોલિનનો ઉપયોગ કરી શકે તેવું કાર્બોરેટર વિકસાવ્યું, તેમણે પ્રારંભિક ગૅસોલિન એન્જિનનો ઉપયોગ બાયસિકલમાં કર્યો.

એક સિલિન્ડરના એન્જિન ઉપર ચાલતી ચાર પૈડાંવાળી ગાડી (મૂળે ઘોડાગાડી) બનાવી (1886) અને હોડી પણ બનાવી (1987). વ્યાવસાયિક ધોરણે સકળ આ વાહનનું માળખું હળવા વજનની ટ્યુબથી બનાવવામાં આવ્યું હતું અને તેમાં એન્જિન પાછળ મૂકવામાં આવ્યું હતું. તેનાં પૈડા બેલ્ટથી ચાલતાં હતાં અને તેમાં ચાર સ્પીડ હતી. 1890માં કેન્સ્ટાટ ખાતે ડાઈમલર-મોટરન-ગીસેલશૉફ્ટની સ્થાપના થઇ અને કંપનીએ વર્ષ 1899માં પ્રથમ મર્સિડિઝ કાર બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...