નારી તુ નારાયણી:અભિનેત્રી આરતી જોશીની હાજરીમાં મહિલા દિને વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા સરોવર પોર્ટીકોના સહયોગથી
  • કાર્યક્રમના નિમંત્રણ માટે આજે 11 થી 5માં મોબાઈલ પર વિનામૂલ્યે રજીસ્ટ્રેશન થશે

8 મી માર્ચે વિશ્વ મહિલા દિન નિમિતે સાંજે 5 કલાકે હોટલ સરોવર પોર્ટીકો ખાતે સાૈરાષ્ટ્ર સમાચાર દ્વારા ‘નારી તું નારાયણી’ કાર્યક્રમનું આયોજન કરાયેલ છે. બોલીવુડ ટેલીવુડની અભીનેત્રી આરતી જોષી ખાસ હાજર રહેશે.સમગ્ર વિશ્વમાં 8મી માર્ચે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા બોલીવુડ-ટેલીવુડની જાણીતી અભીનેત્રી આરતી જોષીના અધ્યક્ષ સ્થાને ‘નારી તું નારાયણી’ ના એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાયેલ છે.

આ કાર્યક્રમમાં મેયર કિર્તીબેન દાણધારીયા, ડો. સ્નેહલ રવિસાહેબ, એડવોકેટ નલીનીબેન જાડેજા વિગેરે મહિલાઓને ચીલા ચાલુ બાબતોથી હટી પ્રેરણાદાયી અને લાઇફમાં ઉપયોગી બને તેવા વિષય પર સંવાદ કરશે.આ કાર્યક્રમમાં ભાવનગરની મૂક મહિલા સેવકોનું સન્માન પણ કરાશે. હોટલ સરોવર પોર્ટિકોના સહયોગથી અને બીમ્સ હોસ્પિટલના ડાયરેકટર ડો. સ્નેહલ રવિસાહેબના માર્ગદર્શન નીચે યોજાનાર આ કાર્યક્રમને માણવા ઇચ્છતા મહિલાઓએ મો.નં 9340062336 પર આજે સોમવારે 11 થી 5 માં નામ નોંધણી કરાવી દેવી. આ કાર્યક્રમ વિનામૂલ્યે રાખેલ છે. સૌરાષ્ટ્ર સમાચાર મધુરિમા ક્લબની બહેનોએ પણ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...