પાલીતાણાના જૈન તીર્થધામ ગીરીરાજ શેત્રુંજય પર્વત પર થોડા દિવસ પહેલા તોડફોડની ઘટના બની હતી. ત્યારે યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે આ સ્થળ પર એક પોલીસ ચોકી ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પોલીસ ચોકીમાં એક પીએસઆઇ, બે એએસઆઈ, પાંચ કોન્સ્ટેબલ, મહિલા પોલીસ સહિતના સ્ટાફની ફાળવણી કરી પોલીસ ચોકી કાર્યરત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગિરિરાજ પર્વતની રક્ષા ઉચ્ચકક્ષાએ માંગ કરી હતી
ભાવનગર રેન્જ આઇ.જી ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે પાલીતાણા ખાતે શેત્રુંજય પર્વતની સલામતી અને યાત્રાઓની સુરક્ષા માટે પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવી છે, પાલીતાણા ખાતે આવેલા જૈન તીર્થધામ પર્વત પર આદિનાથ દાદાના પગલાની તોડફોડ સહિતના બનાવને પગલે જૈન સમાજમાં ભારે રોષ પ્રવૃતિ રહ્યો છે અને ગિરિરાજ પર્વતની રક્ષા બાબતે ઉચ્ચકક્ષાએ માંગ કરી હતી જેને પગલે સોમવારે મોડીરાત્રે પાલીતાણા શેત્રુંજી પર્વતની રક્ષા કાજે જૈન તીર્થ આવતા દર્શનાથીઓની સુરક્ષાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે એક પોલીસ ચોકી ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
DySp અધિકારીના સુપરવિઝન હેઠળ કામગીરી કરવામાં આવશે
પાલીતાણામાં ઉભી થનારી પોલીસ ચોકી શેત્રુંજય ડુંગર પોલીસ ચોકીના નામે ઓળખાશે અને આ ચોકીમાં એક PSI, 2 આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, 3 હેડ કોન્સ્ટેબલ, 5 કોન્સ્ટેબલ, 8 મહિલા પોલીસ તથા 8 ટીઆરબી જવાનો અને પાંચ ટ્રાફિક પોલીસ ફરજ બજાવશે. બહારગામોથી આવતા દર્શનાથીઓની સુરક્ષા પૂરી પાડવામાં આવશે. યાત્રિકોના સર સામાનની સલામતી, ટ્રાફિક નિયમન, દબાણ અટકાવવા, યાત્રી હેલ્પ ડેસ્ક, મહિલા સલામતી, ડોલી નિયમન, એન્ટ્રી પર સઘન ચેકિંગ તેમજ પાર્કિંગની ફરજ કામગીરી પોલીસ ચોકીનો સ્ટાફ કરશે, આજે આ મહત્વનો નિર્ણય ભાવનગર પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે, આ ખાસ પોલીસ ચોકીની સીધો DySp અધિકારીના સુપરવિઝન હેઠળ કામગીરી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.