• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • A Special Exhibition Of How The Festival Of Makar Sankranti Is Celebrated Across India Was Held At Chanchalben Primary School In Bhavnagar.

અનેકતામાં એક્તા:ભારતભરમાં મકરસંક્રાતિનું પર્વ કઈ રીતે ઉજવાય છે તેનું વિશિષ્ટ પ્રદર્શન ભાવનગરની ચંચળબેન પ્રાથમિક શાળામાં યોજાયું

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં ઉતરાયણના તહેવારે લોકો પતંગ ચગાવી શીંગના લાડુ અને ચીકી આરોગી આ તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે, પરંતુ ભારતના બીજા અન્ય રાજ્યોમાં આ તહેવાર ને અલગ અલગ નામે અને અલગ રીતે ઉજવવામાં આવે છે. જેમકે ગુજરાતમાં ઉતરાયણ તો મહારાષ્ટ્રમાં લોહરી, તો બંગાળમાં પોંગલ તરીકે આ તહેવાર ઉજવાય છે, ભારતના અલગ અલગ રાજ્યમાં ઉજવવામાં આવતા તહેવારને ચંચળબેન પ્રાથમિક શાળા દ્વારા ઉજવવા માટે શાળાના બાળકોને વિવિધ રાજ્યની વેશભૂષામાં તેમજ રાજ્યની ઓળખ મુજબનો સુંદર સુશોભન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 થી 4ના બાળકોએ ભાગ લીધો હતો.

ઉત્તરાયણ પર્વ પર અલગ અલગ થીમ
આ અંગે બી.એમ.કોમર્સના આચાર્ય નિહારિકાબેન એ જણાવ્યું હતું કે, દરવર્ષ બાળકો ને કઈ નવું જાણવા મળે તેવી અમારી આ વખતે થીમ હતી ઉતરાયણનો તહેવાર અલગ અલગ રાજ્યમાં કઈ રીતે ઉજવવામાં આવે છે, ગુજરાતમાં મકરસંક્રાંતિ તરીકે બંગાળમાં પોંગલ અને પંજાબમાં લોહડી તરીકે આમા જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવે છે,

અન્ય સમાચારો પણ છે...