મતદાર યાદી માટે ઝૂંબેશ:ટ્રાન્સજેન્ડરો માટે 8 સપ્ટેમ્બરે શહેરમાં ખાસ કેમ્પ યોજાશે

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતદાર યાદીમાં બાકી ન રહી જાય તે માટે ઝૂંબેશ
  • ટ્રાન્સજેન્ડર વર્ગ માટે ઓળખ માટે સત્તાધીશના પ્રમાણપત્ર માટે મુશ્કેલીને નિવારવા ખાસ કેમ્પ

ગુજરાતમાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા(SSR) કાર્યક્રમ ચાલી રહ્યો છે. આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ને અનુલક્ષીને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા હાલ મતદાર જાગૃતિને લગતા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. મતદાર જાગૃતિ અને પ્રશિક્ષણ પ્રવૃત્તિઓના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા વિવિધ સરકારી વિભાગો/સેવાભાવી સંસ્થાઓનો સહયોગ મેળવવામાં આવી રહ્યો છે.

અને તા. 8મી સપ્ટેમ્બરે અમદાવાદ, વડોદરા,સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર ખાતે ટ્રાન્સજેન્ડરો માટે પ્રમાણપત્ર કાઢી આપવાની સાથે મતદારયાદીમાં તેઓના સમાવેશ માટે ઘટતી કાર્યવાહી હાથ ધરવા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્યાંગો, વિચરતી અને વિમુક્ત જાતિ, ટ્રાન્સજેન્ડર સમુદાયને જરૂરી આધાર પુરાવાના અભાવે મતદાર તરીકે નામ નોંધણી કરાવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇને આ વર્ગના નાગરિકો માટે ખાસ કેમ્પ યોજી મતદાર તરીકે નામ નોંધણી કરાવવા અભિયાન હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ટ્રાન્સજેન્ડર સમુદાયના ઉત્કર્ષ માટે કાર્યરત સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, ટ્રાન્સજેન્ડર વર્ગ માટે ઓળખ માટેનું સક્ષમ સત્તાધીશનું પ્રમાણપત્ર મેળવવામાં પડતી મુશ્કેલીને નિવારવા ખાસ કેમ્પનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...