વિશેષ આરતી:દિવાળીના પર્વને લઇ સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિરમાં 5 હજારથી વધુ દીવા પ્રગટાવી વિશેષ આરતીનું આયોજન કરાયું

ભાનવનગર23 દિવસ પહેલા
  • શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ સંધ્યા આરતીનું આયોજન કરાયું

દિવાળીના પર્વને લઇને સાળંગપુરના કષ્ટભંજનદેવ મંદિરમાં સાંજે વિશેષ આરતીનું આયોજન કરાયું હતું. ગઇકાલે કાળી ચૌદશના દિવસે કષ્ટભંજન દેવને ચાંદીના 1 લાખ 8 હજાર પ્લસ હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા હતા. જ્યારે આજે શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ સંધ્યા આરતીમાં 5 હજારથી વધુ દીવા પ્રગટાવીને ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. જેનો લહાવો હજારોનો હરિભક્તોએ લીધો હતો.

ભારતીય સંસ્કૃતિનું સૌથી મહાન પર્વ અને તહેવારોનો રાજા એટલે દિવાળી, ચોમેર દિપમાળાઓની રોશનીના ઝગમગાટ વચ્ચે ઉજવાતુ પર્વ એટલે દિવાળી. વિતેલા વર્ષના લેખાં જોખા કાઢવાનું અને નવીન વર્ષનું કરવાનું ટાણું એટલે દિવાળી. આ દિવાળીના મહાન પર્વને લઇને સાળંગપુરના કષ્ટભંજનદેવ મંદિરમાં સાંજે વિશેષ આરતીનું આયોજન કરાયું હતું.

કાળી ચૌદશે હનુમાનજીને હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા હતા
ગઇકાલે કાળી ચૌદશના દિવસે કષ્ટભંજન દેવને ચાંદીના 1 લાખ 8 હજાર પ્લસ હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા હતા. કાળી ચૌદશે હનુમાનજીને પહેરાવવામાં આવેલા વાઘાનું વજન 15 કિલો હતુ. સાથે જ શ્રીકષ્ટભંજનદેવના મુગટમાં 7000 અને કુંડળમાં 3000 હીરા લગાવવામાં આવ્યા હતા. સાળંગપુર મંદિરને આ વાધા વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. આ સુવર્ણ વાઘાનું સંપૂર્ણ કાર્ય સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...