તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:ધીમીગતિએ પાટે ચડી રહેલી રસીકરણની ગાડી

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં સોમવારે 4580 લોકોએ કરાવ્યું વેક્સિનેશન

સોમવારે શહેરમાં 3169 અને ગ્રામ્ય કક્ષાએ 1411 મળીને સમગ્ર જિલ્લામાં 4580 લોકોએ રસીકરણ કરાવ્યું હતુ. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 18 વર્ષથી 44 વર્ષની વયના તમામ લોકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને કોરોનાની રસી લઇ શકશે. આ માટે વેબસાઇટ https://selfregistration.cowin.gov.in પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.

OTP સબમિટ કરતાં જ નવું પેજ ખુલશે, જેમાં વિગતો ભરવાની રહેશે. જેમાં, ફોટો આઇ.ડી. માટે આધાર વિગેરે માન્ય રહેશે. હવે તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇ.ડી. નંબર આપવાનો રહેશે. તેમાં નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે અને ત્યારબાદ રજીસ્ટર/સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે.

જે પીનકોડ અથવા ડિસ્ટ્રિક્ટથી સર્ચ કરવાનું રહેશે. પીનકોડથી સેન્ટર પસંદ કરવાં માટે 364001થી 364006 સુધીના વિકલ્પ પસંદ કરી શકાશે. ડિસ્ટ્રિક્ટથી સેન્ટર પસંદ કરવાં માટે ગુજરાત અને ત્યારબાદ ભાવનગર કોર્પોરેશન પસંદ કરવાનું રહેશે. સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકૂળ સમયનો સ્લોટ પસંદ કરી શકો છો અને ત્યારબાદ કન્ફર્મ બટન પર ક્લિક કરવાથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થશે.

અન્ય સમાચારો પણ છે...