તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સિહોર તાલુકાના વાળાવડ ગામના છ માસના બાળક મિલન ડાભીને સારણગાંઠની તકલીફ હતી. કોરોનાકાળ અને નાના બાળકની પીડા અને આર્થિક સંકળામણને લીધે તેનો પરિવાર ખૂબ જ ચિંતામાં હતો. ત્યારે સ્થાનિક આશાબહેનની મદદથી સરકારી સહાય દ્વારા સારણગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.
મિલનના રોગનું સાચું મારણ થતા નવજીવન મળ્યું
આશાવર્કર સુનિતા સોલંકીના સંકલનથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉસરડની ટીમ જલ્પા રમણા અને કેતન બોરીચાને જાણ કરતા આર.બી.એસ.કે. ટીમ ઉસરડ, અર્બન ડો.સંજય ખીમાણી, ડો.રૂપલ વૈષ્ણવ દ્વારા તરત જ તા.8-3-2021ના રોજ તેમને સંદર્ભ કાર્ડ ભરી આપ્યું હતું. ત્યારબાદ મિલનની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જરૂરી તપાસ કરીને સ્થાનિક કક્ષાએ તેની સારવાર કરવી મુશ્કેલ હોવાથી બાળકને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. મિલનના માતા-પિતા મિલનને લઈને તા.11-3-2021 ના રોજ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે લઈ આવ્યા હતા. જ્યાં મિલનનું મફત ઓપરેશન થઈ જતા બાળકના માતા-પિતા અને મિલનની ખુશીનો પાર ન રહ્યો હતો. મિલનના રોગનું સાચું મારણ થયું હતું. એક રીતે મિલનને નવજીવન મળ્યું હતું. પોતાની તકલીફોમાંથી મુક્તિ મળતાં તે ખુશખુશાલ થઈ ગયો હતો.
મિલનના પિતા મનીષ ડાભીએ મિલનની આ રીતે મફત સારવાર થતાં રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગની ટીમનો આભાર માન્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે,જો સરકારની આવી યોજના ન હોત તો અમારા જેવા ગરીબ અને છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો આવા ગંભીર પ્રકારના રોગની સારવાર કરવા માટે ક્યાં જાત. તેમણે આર.બી.એસ.કે.ટીમ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ સરકારનો આવી સુંદર યોજના બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
સિહોર તાલુકાની ટીમ અર્બન, ઉસરડ, સોનગઢ, સણોસરા, ટાણા, મઢડાની આર.બી.એસ.કે. ટીમ સંકલનથી સુંદર કામ કરી રહી છે. જન્મજાત ખોડ-ખાપણો, હૃદય, કેન્સર, કિડની, જન્મજાત બહેરાશ સુધીના 18 વર્ષ સુધી બાળકોની તપાસ, સારવાર, રીફર ઓપરેશનો સિહોર તાલુકાના વિવિધ ગામોમાં આ અગાઉ પણ કરાવી આપ્યા છે. આવો જ એક કાર્યક્રમ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ છે. જેમાં જન્મથી માંડીને 18 વર્ષ સુધીના બાળકોને હૃદય, કિડની, કેન્સર, વળેલા પગ, જન્મજાત બધીરતા જેવાં રોગોની તપાસ તથા સારવાર કરવામાં આવે છે. જો સ્થાનિક કક્ષાએ તેની સારવાર શક્ય ના હોય તો વધુ સારવાર માટે રેફરલ કે મોટી હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે. આ પ્રકારના તમામ ઓપરેશન બિલકુલ નિઃશૂલ્ક કરવામાં આવે છે. આ માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.