દોઢ વર્ષ પુર્વે ભાવનગર શહેરના તખ્તેશ્વર તળેટી વિસ્તારમાં અને વરતેજ ખાતે મળેલી લાશનો ભેદ રેશમની એક સરખી દોરીએ ઉકેલ્યો હતો આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજની અદાલતે આજીવન કેદ ફરમાવી હતી.
હેમલ ભુપેન્દ્રભાઇ શાહને મરણ જનાર અંકીતાબેન પ્રકાશભાઇ જોષી સાથે મિત્રતા થયેલ હોય જેઓ અવાર નવાર મળતા હતા. બાદ ગઇ તા.7-7-2021ના રાત્રીના સાડા નવેક વાગ્યે અંકીતાબેનને આરોપીએ પોતાના ઘરે રાત્રીના રોકાવવા આવવાનું જણાવતા અંકીતાબેન તથા તેમનો પુત્ર શિવમ (ઉ.વ.13) બંન્ને આરોપીના ઘરે આવેલ. બાદ તા.08-07-2021ના રાત્રીના બે વાગ્યે અંકીતાબેન બીજા કોઇ વ્યક્તિ સાથે મોબાઇલ ફોનમાં વાતો તથા ચેટ કરતા હોય તે બાબતે આરોપી તથા અંકીતાબેનને ઝઘડો થતા અંકીતાબેનએ આરોપીને જણાવેલ કે મારા ફ્રેન્ડ સાથે મારે તારા લીધે બ્રેકઅપ થઇ જશે.
મારે કાલે સ્કુટર છોડાવવાનું છે અને મને પૈસા કોણ આપશે? તેમ કહી રૂપીયા એક લાખની માંગણી કરી બાદ માંગણી રકમ વધારતા ગયેલ અને જેના કારણે આરોપીએ ક્રોધમાં આવી સુયાનો એક ઘા તથા બીજા ઘા છરી વડે મારી અંકીતાબેનનું મોત નીપજાવી દિધેલ. બાદમાં અંકીતાબેનના પુત્ર શિવમને છરી વડે ગંભીર જીવલેણ ઘા મારી મોત નીપજાવી બંનેની લાશને કારની ડીકીમાં વરતેજ નજીક ફેકી દીધી હતી.
બાદમાં મામા કા ઢાબા પાસે પહેલા નાના બાળકની લાશ મળી અને ત્યારબાદ તખ્તેશ્વર તળેટી ખાતે અંકીતાબેન ની લાશ મળતા હેમલ ભુપેન્દ્રભાઇ શાહની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એલ.એસ.પીરઝાદાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજભાઇ આર. જોષીની દલીલો ગ્રાહય રાખી અદાલતે હેમલ શાહને આજીવન કેદની સજા ફરમાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.