ઉત્તર ભારતમાં હીમવર્ષા બાદ બર્ફિલા પવન ફુંકાતા અને આ પવન ગુજરાતમાં આવી પહોંચતા પુન: શીતલેહર પ્રસરી વળી છે. શહેરમાં પણ એક જ રાતમાં લઘુત્તમ ઉષ્ણતામાન 4 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 11.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા અને સાથે 16 કિલોમીટરની ઝડપે પવનના સૂસાવાટા ફૂંકાતા રહેતા શહેરમાં જનજીવન પ્રભાવિત થયું હતુ.
ભાવનગર શહેરમાં થઇ કાલે મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ઼ હતુ તે આજે ઘટીને 23.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે રાત્રે ઉષ્ણતામાનમાં સડસડાટ ઘટાડો થયો હતો. શહેરમાં 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 15.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ તે આજે એક જ દિવસમાં 4 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 11.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા કડકડતી ઠંડીએ જગરજનોને થથરાવ્યા હતા. શહેરમાં ગઇ કાલે હવામાં ભેજનું પ્રમાણ 50 ટકા હતુ તે આજે એક જ દિવસમાં 17 ટકા ઘટીને 33 ટકા નોંધાયું હતુ. આગામી ચાર દિવસ સુધી શીતલેહરની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.