તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજ ફરિયાદો:ભાવનગર જિલ્લામાં રાત્રે વરસાદે સર્જી વીજ ફરિયાદોની હારમાળા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શહેરમાં 350 થી વધુ વીજ ફરિયાદો
  • તાઉતે વાવાઝોડાના અસરગ્રસ્ત તળાજા અને મહુવાના વિસ્તારોમાં હજી ખેતીવાડી ફીડરની કામગીરી યથાવત

ભાવનગર માં ચોમાસુ બેસી ગયું છે પરંતુ ગઇકાલે રાત્રે ગાજવીજ સાથે ખૂબ વધારે વરસાદ આવ્યો હતો. આ વરસાદ બાદ ગામડાઓમાં ઝબુક વીજળી અને શહેરી વિસ્તારોમાં પણ વીજળી અંગેની અઢળક ફરિયાદો નોંધાઇ હતી. તાઉતે વાવાઝોડું આવ્યા બાદ ઘણા ખેતીવાડી ફિડરોને અસર થઈ હતી જેની કામગીરી હજી સુધી શરૂ છે. કાલે આવેલા 3 કલાક નાં વરસાદ બાદ પણ ડિવિઝન માં ફરિયાદો એ પણ સદી ફટકારી હતી.

વરસાદ બાદ શહેર નાં ડિવિઝન 1 માં 136 થી વધુ ફરિયાદો નોંધાઈ હતી. આ ફરિયાદોમાંથી 30 થી વધુ ફરિયાદો પર કામગીરી કરવાની હજી બાકી છે જ્યારે તમામ ફીડર શરૂ છે અને કોઈ મોટું નુક્સાન થયું નથી. ભાવનગર નાં સિટી 2 ડિવિઝન માં અંદાજે 210 જેટલી ફરિયાદો નોંધાઈ હતી જેમાંથી 150 થી વધુ વીજ ફરિયાદો પર કામગીરી કરી દેવામાં આવી છે. વરતેજ અને તળાજા નાં વિસ્તારો માં પણ વરસાદ ને પગલે ખૂબ વધારે વીજ તકલીફ સર્જાઈ હતી. હાલમાં વીજ કંપનીની ટીમ દ્વારા ફોલ્ટ સેન્ટર પર આવેલી વીજ ફરિયાદો હલ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...