માર્ગદર્શન:ધોરણ 12 પછી તબીબી અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સેમિનાર યોજાયો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને જેમાં રૂચિ હોય તેવા જ અભ્યાસક્રમમાં જવું જેથી તેની કારકિર્દી બને - ડો.ચિન્મય શાહ

ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખાતે ધોરણ 12 પછીના તબીબી અભ્યાસક્રમ માટેના ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ચોઈસ ફીલિંગ અંગે સર ટી હોસ્પિટલ પાસે આવેલ સરકારી નર્સિંગ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો.

ઓનલાઈન ફોર્મ ભરવા તથા વેરિફિકેશનની પ્રક્રિયા
ડો. ચિન્મય શાહ દ્રારા વિદ્યાર્થીઓ તથા વાલીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સરકારી નર્સિંગ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે ઘોરણ 12 પછીના તબીબી અભ્યાસક્રમો માટે ઓનલાઈન ફોર્મ ભરવા તથા વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં વિદ્યાર્થીઓને જેમાં રૂચિ હોય તેવા જ અભ્યાસક્રમમાં જવું જેથી તેની કારકિર્દી બને, એક બીજા ફ્રેન્ડની સાથે અભ્યાસક્રમ પસંદ ન કરવા તમને જેમાં રસ હોય તેવા જ વિષયમાં એડમિશન લેવું જેથી તમને અભ્યાસ કરવા અને તમારી આવનારી કારકિર્દી બને, વધુમાં જણાવ્યું હતું કે તમારે કોલેજ કઈ પસંદ કરવી, ફીના ઘોરણ, સ્ટેટ ક્વોટા, ઇન્ડિયા ક્વોટા, સરકારી કોલેજ, સેલ્ફ ફાઈનાસ વિગેર કોલેજમાં ચોઈસ કરવા અંગેનું માર્ગદર્શન આપ્યું હતું,

અન્ય સમાચારો પણ છે...