વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન:ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ અંગેનો સેમીનાર યોજાયો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સંલગ્ન નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે બી.બી.એ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અંગેનો સેમીનાર યોજવામાં આવ્યો હતો.
ભારત આધુનિકતા તરફ આગળ વધી રહ્યું છે
આજે ભારત આધુનિકતા તરફ આગળ વધી રહ્યું છે. બેન્કિંગ, વીમા, મ્યુચ્યુઅલ ફંડ, જેવા અનેક ક્ષેત્રોમાં વ્યક્તિ રોકાણ કરી શકે છે. આની સાથે ડીજિટલ યુનો પણ પ્રારંભ થયો હોય લોકો આંગળીના ટેરવા ઉપર ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરી શકે છે અને તેમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ ઓનલાઈન દ્વારા કરી શકે છે.
મ્યુચ્યુઅલ ફંડના ફાયદા અને રોકાણ વિશે માહિતી અપાઇ
આજનો સમય પરિવર્તનનો છે. આજે વિવિધ ક્ષેત્ર માં રોકાણ કેવી રીતે કરી શકાય તેની જાણકારી પુરતા પ્રમાણમાં ન હોવાના કારણે રોકાણ શેમાં કરવું તે અંગે માહિતી હોતી નથી. ઉપરાંત આજે રોકાણ અંગેની સાચી માહિતી ન હોવાના કારણે ક્યારેક લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે રોકાણ કરવું અને તેમાં શું ફાયદા રહેલા છે. તે અંગેના સેમીનારમાં વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...