સેમીનાર:ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે કેન્સર સામે જાગૃતિ અંગેનો સેમીનાર યોજાયો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સીટી સંલગ્ન નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે બી.એ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે કેન્સર જાગૃતિ અંગેનો સેમીનાર યોજવામાં આવ્યો હતો.

પહેલાના જમાનામાં કેન્સરને કર્ક રોગ કહેવામાં આવતો હતો અને તે એક લાઈલાજ બીમારી હતી. પરંતુ વર્તમાન સમયમાં તેની સારવાર પદ્ધતિ અમુક અંશે શક્ય બની છે. પરંતુ સંપૂર્ણપણે આ રોગને મટાડી શકાતો નથી. ભારતમાં સ્ત્રી અને પુરુષ બંનેમાં આ રોગ જોવા મળે છે. પુરુષ અને સ્ત્રીમાં અલગ-અલગ રીતે રોગના લક્ષણો જોવા મળે છે.
ડો.વિવિદા દુબેનું વ્યાખ્યાન યોજાયું
પુરુષોમાં વ્યસનને કારણે ખાસ કરીને કેન્સરના રોગ જોવા મળે છે. જયારે સ્ત્રીઓમાં સ્તન કેન્સરથી લઈને અંતરના કેન્સરના લક્ષણો જોવા મળે છે. નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને કેન્સર અંગેની જાગૃતિ આવે તે માટે કેન્સર રોગમાં અપાતી કીમોથેરાપીના નિષ્ણાંત ડો.વિવિદા દુબેનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...