તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિ દ્વારા શહેરના લક્ષ્મણધામ મંદિર ખાતે બે જિલ્લાના બોટાદ-ભાવનગર જિલ્લાના અગ્રણીઓ સંતોનો એક મિલન કાર્યક્રમ લક્ષ્મણધામ મંદિર ખાતે રાખવામાં આવ્યું હતો. જેનો ઉદેશ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 5 ડિસેમ્બરના રોજ રામ જન્મભૂમિ નિર્માણની શરૂઆત કરી છે તે નિર્માણમાં સમગ્ર હિન્દુ સમાજ સહભાગી બને તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર હિન્દુ સમાજ રામ જન્મભૂમિમાં સહભાગી બને
રામચન્દ્રદાસજી બાપુ એ જણાવ્યું હતું કે ભારતના તમામ હિન્દુ ઓ કોઈ પણ પ્રકારે સહભાગી બને દેશ ઘણાં ઉદ્યોગપતિઓ દ્વારા રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ માટે યોગદાન આપવા આગળ આવ્યા છે છતાં પણ ભારતના સંતો એ નક્કી દેશના સમગ્ર નાગરિકો સહભાગી બની પોતાનું યોગદાન આપી શકે આવા ઉદેશ થી એક નિધિ સમર્પણ સમિતિ ની રચના કરવામાં આવી છે રામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિ દ્વારા શહેરના લક્ષ્મણધામ મંદિર ખાતે સંતો મહંતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર સમાજને બધાને એક થવાની જરૂર છે
બાપુએ જણાવ્યું હતું કે હિન્દુ સમાજનું ખાઈએ છીએ જે હિન્દુ સમાજનું ખાતા હોય તે સમજ આપણે સારું ન બોલીએ તો મારી સાધુતા લાજે, સંતોએ ઉગ્ર આંદોલન કરી ને નિવડો લાવ્યા છીએ ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે હું સમગ્ર સમાજને આપણો રામ હવે ઘટ ઘટનો વાસી હતો તે હવે ઘરનો વાસી બન્યો છે, અને એવા ભગવાન રામનું જ્યારે દિવ્યાતી દિવ્ય મંદિર બની રહ્યું છે, આપણી ત્રિપાંખ હશે તો સૌ કોઈ કાપશે પણ હવે આપણે જ અને કાપી નાખીએ અથવા તો એક બાજુ મૂકી સમગ્ર સમાજને બધાને એક થવાની જરૂર છે અને આપણો હિંદુ સમાજ એક થાય અને હિન્દુ સમાજના છીએ ત્યારે વિશ્વમાં આપનો ડંકો વાગ્ય, વિશ્વમાં ક્યાંય ન હોય એવું દિવ્યાતિ દિવ્ય રામ મંદિરનું નિર્માણ અયોધ્યામાં થાય તેવી ભગવાન રામને પ્રાર્થના કરીએ.
રામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિ દ્વારા લક્ષ્મણધામ મંદિર ખાતે મિલન કાર્યક્રમમાં બોટાદના આત્માનંદજી સરસ્વતી, વાકિયા હનુમાનના મંદિરના રવુબાપુ, સાંગાણા ના રમજુબાપ, નાની ખોડીયારના ગરીબરામબાપુ, ભાવનગરના ઓલિયાબાપુ, પાલીતાણાના રમેશભાઈ શુકલ, ખાખરીયાના મહંત વિષ્ણુબાપુ અને ભાવનગરના રામચંદ્રદાસ બાપુ સહિતના અને નામી અનામી સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.