તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:40 કેસ સાથે આ માર્ચમાં નવા કેસનો વિક્રમ, શહેરમાં 32 કેસ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ભાવનગરમાંથી 19 દર્દીઓ થયા કોરોનામુક્ત
 • હવે કોરોનાની રફતાર ભયજનક, સમગ્ર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 285 થઇ ગઇ

આ માર્ચમાં કોરોનાના કેસોએ 3થી 4 કેસ સાથે માસનો આરંભ કર્યા બાદ આજે 26મા દિવસે 24 કલાકમાં નવા 40 પોઝિટિવ કેસનો આ માસનો રેકર્ડ કર્યો છે. ભાવનગર શહેરમાં આજે 32 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 8 નવા કેસ મળતા સમગ્ર જિલ્લામાં કુલ 40 પોઝિટિવ કેસ મળતા આજ સુધીના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6713 થઇ ગઇ છે અને તેની સામે આજ સુધીમાં 6359 દર્દીઓ કોરોનામુક્ત થતા જિલ્લામાં રિકવરી રેઇટ ઘટીને 94.73 ટકા થઇ ગયો છે. હવે સમગ્ર જિલ્લામાં કોરોનાની રફતાર ભયજનક હદે આગળ ધપી રહી છે. ત્યારે માસ્ક એ જ શ્રેષ્ઠ શસ્ત્ર તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવી રસીકરણ કરાવવું જરૂરી થઇ ગયું છે. ખાસ તો સમગ્ર જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 285 થઇ ગઇ છે.

ભાવનગર શહેરમાં આજે 32 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં 23 પુરુષ અને 9 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે 16 દર્દીઓ કોરોનામુક્ત થયા છે તેમાં 10 પુરૂષ અને 6 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 4509 થઇ ગઇ છે અને તેની સામે આજ સુધીમાં 4251 દર્દીઓ કોરોનામુક્ત થતા શહેર કક્ષાએ રિકવરી રેઇટ ઘટીને 94.28 ટકા થઇ ગયો છે.

ભાવનગર તાલુકા-ગ્રામ્ય ક્ષેત્રે આજે નવા 8 કેસ જોવા મળ્યા હતા. જેમાં પાલિતાણા શહેરમાં 49 વર્ષીય પુરૂષ, 48 વર્ષીય મહિલા, 44 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. ગારિયાધારમાં 64 વર્ષીય મહિલા, ઉમરાળાના લીમડામાં 33 વર્ષીય પુરુષ, ભાવનગરના બુધેલમાં 51 વર્ષીય પુરૂષ, સિહોરમાં ઘાંઘળીમાં 42 વર્ષીય પુરૂષ અને બુઢણામાં 73 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. તાલુકા-ગ્રામ્ય ક્ષેત્રે આજ સુધીમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 2204 થઇ ગઇ છે અને તેની સામે આજ સુધીમાં 2108 દર્દીઓ કોરોનામુક્ત થતા તાલુકા-ગ્રામ્ય ક્ષેત્રે રિકવરી રેઇટ ઘટીને 95.64 ટકા થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો