તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાયરસનો વિસ્ફોટ:મેના આરંભે રેકોર્ડબ્રેક 573 કેસ શહેરમાં વિક્રમી 410 પોઝિટિવ મળ્યા

ભાવનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ભાવનગર જિલ્લામાં કુલ 3,767 દર્દીઓ કોરોનાની સારવારમાં
 • ગ્રામ્ય કક્ષાએ 163 કેસ નોંધાયા, કુલ 221 દર્દીઓ કોરોનામુક્ત, 12 દર્દીઓના સરકારી ચોપડે મોત

મે માસના આજે આરંભ સાથે જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં 573 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા અત્યાર સુધીના એક દિવસમાં કોરોનાના કેસના તમામ રેકોર્ડબ્રેક થઇ ગયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 13,786 થવા પામી છે. આજે વિક્રમી 12 દર્દીના કોરોનાથી સરકારી ચોપડે મોત થયા છે. શહેરમાં 410 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 163 કેસ નોંધાયા હતા. ભાવનગર શહેરી વિસ્તારમાં 255 પુરૂષ અને 155 સ્ત્રી મળી કુલ 410 લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે.

ભાવનગર શહેર ખાતે રહેતા 6 કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ વલ્લભીપુર તાલુકાનાં કાનપર ગામ ખાતે રહેતા 75 વર્ષીય મહિલા, ભાવનગર તાલુકાનાં કમળેજ ગામ ખાતે રહેતા 35 વર્ષીય પુરૂષ, ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામમાં 65 વર્ષીય દર્દીઅને મહુવા ખાતે 62 વર્ષીય પુરૂષ, 78 વર્ષીય પુરૂષ અને 52 વર્ષીય પુરૂષ મળી કુલ 12 દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 176 અને તાલુકાઓમાં 45 કેસ મળી કુલ 221 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થયા છે. આમ જિલ્લામાં નોંધાયેલા 13,786 કેસ પૈકી હાલ 3,767 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 153 દર્દીઓનુ અવસાન થયેલ છે.

ટેસ્ટિંગ માટે તળાજા સૌથી જાગૃત, 94,137 ટેસ્ટ થયા
ભાવનગર જિલ્લામાં 4 લાખથી વધુ લોકોએ સામે ચાલીને કોરોના ટેસ્ટ કરાવ્યા છે જેમાં ભાવનગર તાલુકામાં 52,035, ઘોઘા તાલુકામાં 27,899, તળાજા તાલુકામાં 94,137, મહુવા તાલુકામાં 67,892, જેસર તાલુકામાં 8957, પાલિતાણા તાલુકામાં 38,519, ગારિયાધાર તાલુકામાં 15,538, વલ્લભીપુર તાલુકામાં 16,441, ઉમરાળા તાલુકામાં 15,695 અને સિહોર તાલુકામાં 63,042 મળી કુલ 4,00,155 લોકોએ સામે ચાલીને કોરોના ટેસ્ટીંગ કરાવ્યું છે.

જિલ્લામાં રિકવરી રેઇટ 71.57 ટકા થયો
ભાવનગર શહેર-જિલ્લામાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 13,786 કેસ નોંધાયા છે અને તેમાં 9866 દર્દીઓ કોરોનામુક્ત થતા સમગ્ર જિલ્લામાં આજ સુધીમાં કોરોનાનો રિકવરી રેઇટ ઘટીને 71.57 ટકા થઇ ગયો છે.

તાલુકામાં સર્વાધિક તળાજામાં 48 કેસ મળ્યા
તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં 26, ઘોઘા તાલુકામાં 21, તળાજા તાલુકામાં 48, મહુવા તાલુકામાં 9, વલ્લભીપુર તાલુકામાં 5, ઉમરાળા તાલુકામાં 7, પાલિતાણા તાલુકામાં 14, સિહોર તાલુકામાં 29 તેમજ ગારિયાધાર તાલુકામાં 4 કેસ મળી કુલ 163 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

એકલા શહેરમાં 2401 એક્ટિવ કેસ
ભાવનગર શહેરમાં આજે કોરોનાની સારવાર લઇ રહેલા કુલ દર્દીઓની સંખ્યા 2401ના આંકને આંબી ગઇ હતી. જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 1366 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં હોય સારવાર લેતા દર્દીની કુલ સંખ્યા3767ના આંકે પહોંચી ગઇ છે.

બોટાદમાં 24 સંક્રમિત, 2ના કોરોનાથી મોત
બોટાદ જિલ્લામાં 24 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જ્યારે બે દર્દીના મોત કોરોનાથી થયા હતા. બોટાદ તાલુકાના સમઢિયાળા ગામે, તુરખા, કારીયાણી, કેરીયા-1, બોટાદ શહેરના પાળીયાદ રૉડ, પાંચપડા, મોરારિનગર, આનંદધામ સોસાયટી, ચકલા ગેટ, મોટીવાડી, ભગવાનપરા, ગઢડા શહેરમા, ઉગામેડી રોડ, ક્રિષ્ના હોટલ પાછળ, ગઢડા તાલુકાના કેરાળા ગામે, માંડવધાર, ગોરડકા, લીંબાળી, જ્યારે રાણપુર તાલુકાના જાળીલા અને નાગનેશ વગેરે ગામોમાં કેસ હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો