રેલી:કંસારા પ્રોજેક્ટની ફેરવિચારણા માટે ઝૂંપડાવાસીઓની રેલી યોજાઇ

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરમાં કંસારાના ઝૂંપડાવાસીઓની વિશાળ રેલી મોતીબાગથી કોર્પોરેશન કચેરીએ પહોંચી હતી. જેમાં પ્રોજેક્ટની ફેરવિચારણા કરવા લાલ વાવટા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆતમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, સમગ્ર કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ અવિચારી અને અન્યાયકારી છે. સૌથી પ્રથમ કંસારા કાંઠા વિસ્તારનો રહેણાંકી વિસ્તારનો સર્વે કરવામાં આવે, ઝુપડપટ્ટી ને રેગ્યુલાઇઝ કરવામાં આવે, સીદસર પાસે રાખવામાં આવેલી પહોળાઈ છેક તિલક નગર સુધી રાખવામાં આવે, કોઈપણ રહેણાંક મકાનને હટાવતા પહેલા તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે વગેરે પ્રકારની માંગણી ભાવનગર ઝુંપડા સંઘ દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...