લોકોના આરોગ્ય સાથે ચેડા:અમરેલી જિલ્લાભરમાં ઠેર ઠેર બોગસ ડોકટરોનો રાફડો ફાટયો

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ થતા ચેડા
  • કોરોના કાળમાં સારવાર કરી બોગસ ડોકટરો કરોડો કમાયા
  • સ્થાનિક તંત્ર પાસે આ ગંભીર મામલે તપાસ કરવાનો સમય નથી

અમરેલી જિલ્લામાં અનેક સ્થળોએ મુન્નાભાઈ એમબીબીએસ કોરોનાની સારવાર કરી રહ્યા હોય તેવી માહિતીઓ સામે આવી છે. બોગસ ડોક્ટરો કોરોનામાં કરોડો કમાઈ લીધું છે પરંતુ છેલ્લા એક વર્ષની અંદર આરોગ્ય વિભાગ કે વહીવટી તંત્ર પાસે કે પોલીસ વિભાગ પાસે બોગસ ડોકટરોને ઝડપી લેવાનો કોઈ સમય નથી. અનેક લોકોએ બોગસ ડોક્ટરોની સારવારથી નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા હશે. પરંતુ આવા નિર્દોષ લોકોના આરોગ્ય સાથે ખૂણે ખાંચરે બેસીને ચેડા કરી રહ્યા હોવાની માહિતી વહીવટીતંત્ર કે આરોગ્ય વિભાગ પાસે નથી

જોકે આરોગ્ય વિભાગના અધિકારીએ એવું જણાવ્યું કે હાલ સ્ટાફ ઓછો છે અન્ય કામગીરીને કારણે સમય રહેતો નથી અને એક બોગસ ડોક્ટર ને પકડવા માટે આખા દિવસનો સમય પસાર થઇ જાય છે કાયદામાં બોગસ ડોક્ટરના દંડની અને તેના પર થનારી કાર્યવાહી બિલકુલ હળવી અને નોર્મલ છેે. પહેલી વખત પકડાઈ તો 500 રૂપિયા દંડ છે બીજી વખત પકડાય તો હજાર રૂપિયા ગાડી છે અને ત્રીજી વખત પકડાય ત્યારે છ મહિનાની સજાની જોગવાઈ છે. આમ હળવા કાયદાને કારણે અમરેલી જિલ્લામાં અનેક બોગસ ડોક્ટરો પોતાની માયાજાળ પાથરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે.

ત્યાંરે આ કાયદામાં પણ કડક સજાની જોગવાઈ કરી સુધારો કરવાની જરૂરિયાત છે તેમજ લોકોએ પણ આવા મુન્નાભાઈ એમબીબીએસ પાસે સારવાર કરાવવા ન જવું જોઈએ તે પણ એક સત્ય છે. જોકે કોરોના કાળમાં લોકોએ મજબૂરીથી અને મોટી હોસ્પિટલોમાં મોટા પૈસા લેતા હોય સરકારી હોસ્પિટલમાં જગ્યા ન હોય નાછૂટકે બોગસ ડોક્ટરોની સારવાર લેવાની ફરજ પડી રહી હોય તેવી પણ માહિતી સામે આવી છે. ત્યારે ત્રીજી લહેરમાં બોગસ ડોક્ટરો પોતાની માયાજાળ શરૂ ન કરી શકે અને જેલ હવાલે થાય તો અનેક લોકોના જીવ બચી શકે એ પણ એક સત્ય હકીકત છે

અન્ય સમાચારો પણ છે...