કાર્યવાહી:વોશ બેસીન નીચે ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લાકડાના પાટીયા પર ચુંબકથી ટાઈલ્સ ફીટ કરી હતી
  • નીચે 6 x 8 અને 10 ફુટ ઉંચાઈવાળા રૂમમાં 2388 બોટલ વિદેશી દારૂ છૂપાવ્યો હતો, આરોપી ફરાર

શહેરના કૃષ્ણનગર મફતનગરના એક રહેણાંકી મકાનના રસોડાના વોશ બેસીનની નીચેના ખાનામાં બનાવેલા વિદેશી દારૂના જથ્થાને લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી લઈ આરોપી વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી હતી. ઉત્તર કૃષ્ણનગર વણકરવાસમાં હનુમાનદાદાની દેરી પાસે રાહુલ ઉર્ફે ચીની જયેશભાઈ મારૂ તેના રહેણાંકી મકાનના રસોડામાં વોશ બેસીન નીચેના ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો વેચાણઅર્થે રાખેલો હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઈમબ્રાંચે તપાસ કરતા રસોડાના વોશ બેસીન નીચે બનાવેલા ખાનામાં લાકડાના પાટિયા પર ચુંબકથી ટાઈલ્સ ફીટ કરેલી હતી.

જે ટાઈલ્સ દુર કરી તપાસતા અંદર 6*8 ફુટ તથા 10 ફુટ ઉંચાઈવાળા રૂમમાંથી વિદેશી દારૂ તથા બિયરના ટીન મળી કુલ 2388 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે લોકલ ક્રાઈમબ્રાંચે ઘોઘારોડ પોલીસ મથકમાં ઘરે હાજર નહી મળી આવેલા રાહુલ ઉર્ફે ચીની જયેશભાઈ મારૂ વિરૂદ્ધ ફરિયાદ નોંધી કુલ રૂ. 2,63,400નો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...