કાર્યવાહી:માલણકા ગામની વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેર-જિલ્લામાં પ્રોહિબિશનના ત્રણ ગુન્હા નોંધાયા
  • વાડીમાં​​​​​​​ લીંબડા નીચે રાખેલા દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી વરતેજ પોલીસ મથકે ગુન્હો નોંધ્યો

શહેર જિલ્લામાં વિદેશી દારૂના કુલ ત્રણ બનાવોમાં ભાવનગર રેલવે પોલીસ, મહુવા પોલીસ તથા વરતેજ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. માલણકા-બુધેલ રોડ પર આવેલી રામભાઇ રામજીભાઇ બારૈયાની વાડીમાં સંજયભાઇ ગોરધનભાઇ બારૈયા તથા કરશનભાઇ પ્રવિણભાઇ મકવાણા (રહે. ખારશી વિસ્તાર,તરસમીયા રોડ)એ વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઈમબ્રાંચે આજે વહેલી સવારે તપાસ કરતા વાડીમાં આવેલા લીમડાની નીચે રાખેલી કુલ 264 વિદેશી દારૂની બોટલ સાથે સંજયભાઇ ગોરધનભાઇ બારૈયાને કુલ રૂ.45,800ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

કોચુવલી-ભાવનગર ટ્રેનમાંથી રોહિત નરશીભાઈ ધુમડિયા (રહે. મફતનગર) નામના શખ્સ પાસેથી બે પ્લાસ્ટિકની બોટલ વિદેશી દારૂ મળી આવી હતી. આ અંગે રેલવે પોલીસે ફરિયાદ નોંધી હતી. જ્યારે અન્ય એક બનાવમાં મહુવાના સથરા ગામના બસ સ્ટેશન પાસે મેહુલ બીપીનભાઈ મકવાણા (રહે. મહુવા) નામના શખ્સને તેની પાસે રહેલી કાળા કલરની પ્લાસ્ટિકની થેલીમાં ઈંગ્લિશ દારૂની 6 બોટલ સાથે મહુવા પોલીસે કુલ રૂ. 600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...