વડવા દેવજીભગતની ધર્મશાળા પાસે ધોબીવાળા ખાંચામાં 300 કિલ્લો ગૌમાસનો જથ્થો નિલમબાગ પોલીસ ઝડપી પાડી ત્રણ ઈસમો વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો. શહેરના વડવા દેવજીભગતની ધર્મશાળા ધોબીવાળા ખાંચાની એક દુકાનમાં ગૌમાસનો જથ્થો હોવાની બાતમીના આધારે નિલમબાગ પોલીસે રેઈડ કરતા સ્થળેથી રૂ. 45,000ની કિંમતનો કુલ 300 કિલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો.
એ સિવાય બનાવ સ્થળેથી માંસ કાપવાની કામગીરી માટે લેવાયેલા હથિયારો તેમજ ગૌવંશ અને માંસની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલા વાહન સહિત કુલ રૂ. 6,38,910નો મુદ્દામાલ નિલમબાગ પોલીસે કબ્જે લીધો હતો. આ મામલે પોલીસે ગફાર ઉર્ફે નાનો ગફાર ઉસ્માનભાઈ કાલવા, અશરફ ઉર્ફે ભુરો અબ્દુલકરીમ મેમણ અને જાહિદ મહેબુબભાઈ તરકવાડિયા (તમામ રહે. ભાવનગર) વિરૂદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.