પ્રસ્તાવ:જૂની પેન્શન યોજના પુન: અમલી કરવા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘમાં પ્રસ્તાવ

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર દેશમાં લાગુ કરવા માટે સંગઠન દ્વારા સંગઠિત પ્રયત્ન કરાશે
  • ​​​​​​​શિક્ષકો અને શિક્ષણના પડતર પ્રશ્નોની કરાયેલી ચર્ચા

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાષ્ટ્રીય કારોબારી બેઠક તથા રાષ્ટ્રીય સાધારણ સભા બેંગલોર ખાતે યોજાઈ હતી જેમાં દેશભરના રાષ્ટ્રીય પદાધિકારીઓએ સવારે શરુ થયેલ બેઠકમાં પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણના વિવિધ વિષયો પર ચિંતન મંથન કર્યું હતુ. જેમાં ખાસ તો શિક્ષણ તથા સમાજને સ્પર્શ કરતા વિષયોની સાથે સાથે શિક્ષકોના પોતાના રાજ્યના પડતર પ્રશ્નોની વ્યાપક ચર્ચા કરવામાં આવી દરેક રાજ્યમાંથી ઓલ્ડ પેન્શન યોજના ફરીથી લાગુ કરવા માટે ચર્ચાના અંતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ જે.પી.સિઘલ દ્વારા પ્રસ્તાવ લાવવામાં આવ્યો જેને ઉપસ્થિત સૌ રાષ્ટ્રીય પદાધિકારીઓ દ્વારા અનુમોદન આપવામાં આવ્યુ.

આગામી સમયમાં ઓલ્ડ પેન્શન યોજના સમગ્ર દેશમાં લાગુ કરવા માટે સંગઠન દ્વારા સંગઠિત પ્રયત્ન કરવામાં આવશે આવતી કાલથી આજ સ્થાને ત્રણ દિવસ ના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થશે. જેમાં ગુજરાતના 150 કરતાં વધારે દરેક જિલ્લાના હોદેદારો ભાગ લેશે. આમ સમગ્ર દેશમાં શિક્ષકો માટે જુની પેન્શન યોજના લાગુ કરવા માટે સંગઠીત પ્રયત્ન કરવાનો નિર્ણય કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...