પાલનપુર પાસે અકસ્માત:આબુ જઇ રહેલ શહેરના આશાસ્પદ યુવાનનું બાઇક સ્લીપ થઇ જતા મોત, 6 યુવાનો રાઇડમાં નિકળ્યા

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 વર્ષીય કરણ ભટ્ટ BMW શો રૂમમાંથી સર્વિસ રાઇડમાં આબુ જવા નિકળેલા તે તેમનો અંતિમ પ્રવાસ બની ગયો

ભાવનગર શહેરમાં રહેતા અને મુંબઇ કંપનીમાં સર્વીસ કરતા પરંતુ હાઇ વર્કફોમ હોમ ભાવનગરથી જ કામગીરી કરતા એક આશાસ્પદ યુવાનનું બાઇક પર આબુ તરફ જતા રસ્તામાં પાલનપુરના જગાણા હાઇવે પર ગાડી સ્લીપ થઇ જતા ડીવાઇડર સાથે માથુ ભટકાતા ગંભીર ઇજા થતા તેનું મોત નિપજ્યું હતુ.

ભાવનગર શહેરના ઘોઘારોડ મીરાપાર્ક બ્લોકનં.28 માં રહેતા અને મુંબઇમાં હિનદુસ્તાન યુની લીવર કંપનીમાં સર્વિસ કરતો કરણ રાકેશભાઇ ભટ્ટ (ઉ.વ.25) વર્કફોમ હોમ ઘરેથી જ કંપનીની કામગીરી કરતો હતો જેણે અમદાવાદ BMW શો રૂમમાંથી બાઇક ખરીદેલ હોય કંપની તરફથી ગ્રાહકને કોઇ રાઇડમાં જવાનું હોય શોરૂમ તરફથી તેને માણસ સાથે મોકલી તે સર્વિસ મળતા એક સાથે 6 યુવાનો બાઇક લઇ અમદાવાદથી માઉન્ટ આબુ જવા નિકળીયા હતા પાલનપુરના જગાણા હાઇવે ત્રણ રસ્તા પાસે પહોંચતા અકસ્મીક બાઇક સ્લીપ થઇ જતા કરણ નીચે પડી જતા તેનું માથુ ડીવાઇડર સાથે ભટકાતા ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

ફાયનાન્સ ડીગ્રી ધારક યુવાન પેઇન્ટીંગનો સારો કલાકાર હતો તથા એડવટાઇઝ કંપનીમાં આર્કષક કામગીરી કારણે ભારે જાણીતો હતો ઘટનાની જાણ થતા તેના પરિવારજનો તથા બ્રહ્મ સમાજ અને મિત્ર વર્તુળમાં ભારે ભમગીની ફેલાઇ હતી. ભાવનગર શહેર બ્રહ્મ સમાજ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં કરણ ભટ્ટ હંમેશા હાજર રહેતા હતા અને પોતાની રીતે સમાજ સેવા બજાવતા હતા તેઓનું આ ક્ષેત્રમાં સારૂએવુ પ્રદાન હોય ભાવનગર બ્રહ્મ સમાજમાં પણ તેમના નિધનના સમાચારથી શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...