ભાવનગર શહેરથી ઘોઘા ગામ તરફ જતાં રોડપર અવાણીયા ગામનાં ખાર પાસે એક બાઈક ચાલકને મેજીક રીક્ષાના ચાલકે અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલ યુવાને ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો જયારે આ અકસ્માત સર્જીને મેજીક ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે છોડી ફરાર થઈ ગયો હતો.
સમગ્ર બનાવ અંગે ઘોઘા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના ગોરીયાળી-રામપરા ગામે રહેતો રામજી હકા સોલંકી ઉ.વ.19 આજરોજ પોતાના ગામેથી બાઈક નં-જી-જે-04-ડીએલ-5098 લઈને કોઈ કામ સબબ ભાવનગર આવી રહ્યો હતો તે વેળાએ અવાણીયા ગામ પાસે કુખ્યાત વળાંકમા બાઈક સવાર યુવાનને મેજીક વાહન નં-જી-જે-12-એયુ-0035ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેફિકરાઈ પૂર્વક ચલાવી બાઈક સવાર યુવાનને અડફેટે લેતાં રોડપર બાઈક સાથે પટકાયેલ યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો આ અકસ્માત સર્જીને મેજીક ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે છોડી ફરાર થઈ ગયો હતો જયારે વાહન ચાલકો રાહદારીઓ યુવાનની મદદે દોડી આવ્યા હતા અને 108 ને જાણ કરતાં 108 ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો આ અંગે ઘર ઘોઘા પોલીસે સ્થળપર પહોંચી લાશનો કબ્જો લઈ પંચનામું કરી મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.