શહેરના બાલયોગીનગર ખાતે આવેલ એન.જે.વિદ્યાલય ખાતે વિવિધ વિષયોઓનું પ્રોજેકટ પ્રદર્શન ભાવનગરના પૂર્વ મેયર નિમુબેન બાંભણિયાએ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂક્યું હતું.
190 પ્રોજેક્ટનું પ્રદર્શનનું આયોજન
આજરોજ શહેરના બાલયોગીનગર પાસે આવેલ એન.જે.વિદ્યાલય દ્વારા બાલમંદિરથી ધોરણ-12 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયોઓ નું પ્રોજેક્ટનું પ્રદર્શનનું આયોજ કરવામાં આવ્યું હતું, આ પ્રદર્શનમાં શાળાના દરેક વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા અને વિષય શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપ્યું હતું, ધોરણ - 8, 9 અને 11 આર્ટસ કોમર્સમાં કુલ 150 વિધાર્થીઓ દ્વારા કુલ 190 પ્રોજેક્ટનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિવિધ વિષયો આધારિત પ્રોજેકટ પ્રદર્શન
શાળાના બાલમંદિરથી ધોરણ-12 સુધીના વિદ્યાર્થીઓ વિવિધ પ્રોજેકટો બનાવ્યા હતા જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તથા અંગ્રેજી વિષયને આધારિત પ્રદર્શનનું આયોજ કરવામાં આવ્યું હતું, તેમજ ધોરણ 11માં વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતી, મનોવિજ્ઞાની, તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, એકાઉન્ટ તથા આંકડાશાસ્ત્ર વિષયો આધારિત પ્રદર્શન યોજાયું હતું.
મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રદર્શન મનપાના પૂર્વ મેયર નિમુબેન બાંભણિયા અને સી.આર.સી. મહેન્દ્રભાઈ પનોત આ પ્રદર્શનમાં હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો, આ પ્રદર્શનને શાળાના બાળકો તથા વાલીઓએ મોટી સંખ્યામાં પ્રદર્શન નિહાળ્યું હતું અને આ પ્રદર્શનને સફળ બનાવવા અને.જે.વિદ્યાલયના આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થી ભાઈ-બહેનો એ ભારે જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.