આયોજન:ભગવાન જગન્નાથજીને કાલે સવારે જલાભિષેક કરવાનો કાર્યક્રમ યોજાશે

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુભાષનગરના જગન્નાથ મંદિરે ધ્વજારોહણ પણ થશે
  • કેસર ચંદન, મિશ્રી અને ગંગા, યમુના નદીઓના પવિત્ર નીરથી જલાભિષેક

દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરમાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ બાદ ગુજરાતમાં બીજા ક્રમાંકની ગણાતી ભાવનગરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે 1લી જુલાઈના રોજ યોજાશે.

જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલીયાએ જણાવ્યું છે કે તારીખ 14 જૂનને મંગળવારે સવારે 9 કલાકે ભગવાન જગન્નાથજી, ભગવાનના મોટાભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીને કેસર ચંદન, મિશ્રી અને ગંગા, યમુના વિગેરે પાંચ નદીઓના પવિત્ર નીરથી જલાભિષેક સુભાષનગર, ભાવનગર ખાતે આવેલા શ્રી જગન્નાથજીના મંદિરે કરવામાં આવશે.

કોરોનાના બે વર્ષ્ દરમિયાન રથયાત્રા તેના અસલ રંગમાં નિકળી ન હતી આથી આ વર્ષે રથયાત્રા માટે ભાવિકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. તારીખ 14 જૂન મંગળવારે જળાભિષેક કાર્યક્રમ સાથે મંદિરના પરિસરમાં જ્યાં ભગવાનનો રથ રાખવામાં આવ્યો છે તે સ્થળે ધ્વજારોહણ કરવામાં આવશે તો ધર્મપ્રેમી જનતા, શુભેચ્છકોને આ અવસરે હાજર રહેવા તેમજ જળાભિષેકના દર્શનનો ધર્મ લાભ લેવા સમિતિ દ્વારા જણાવાયું છે

અન્ય સમાચારો પણ છે...