તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડક કાર્યવાહી:ફાયરસેફ્ટી મામલે અકવાડા સ્થિત ખાનગી ITI કોલેજને સીલ કરવામા આવી

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર સેફ્ટી ના હોય તેવા એકમોની યાદી તૈયાર કરવામા આવી છે

ભાવનગર શહેરમાં વિવિધ એકમોમાં ફાયરસેફ્ટી ના ઉચિત બંદોબસ્ત વિના ચાલતા વ્યવસાયી તથા શૈક્ષણિક એકમો વિરુદ્ધ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગત સોમવારે કાળીયાબિડ વિસ્તારમાં આવેલી બે શૈક્ષણિક સંસ્થાઓ તથા ડોનચોક માં આવેલ એક સ્કુલ મળી કુલ ત્રણ શૈક્ષણિક સંસ્થાઓ ને ફાયરસેફ્ટી ના અભાવે સીલઠપ્પકાયૉ હતાં એજ રીતે આજરોજ શહેરના અકવાડા સ્થિત એક શૈક્ષણિક એકમને સીલ કરવામાં આવ્યું હતું.

ભાવનગર મહાનગરપાલિકા હેઠળના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલો શૈક્ષણિક સ્કુલો કોલેજોમાં ફાયરસેફ્ટી ની સવલતો ઉપલબ્ધ છે કે કેમ તે અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને જે હોસ્પિટલો શાળા,કોલેજોમાં સવલતો હયાત નથી એવા એકમો ની યાદી તૈયાર કરી સુવિધા વિહોણી ઈમારતો ને સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને બે દિવસમાં ચાર અલગ અલગ એકમો સીલ કરી જેતે બિલ્ડિંગ ના માલિકો, સંચાલકો કે સંસ્થા વિરુદ્ધ કાયદેસર ની કાયૅવાહી હાથ ધરવામાં આવી છે.

ગઈ કાલે એટલે કે ગત સોમવારે શૈક્ષણિક હબ કાળીયાબિડ ને તથા ડોનચોક સ્થિત શાળાને ધમરોળ્યા બાદ આજરોજ ફાયરફાઈટરની ટીમ શહેરી વિસ્તારમાં નવા ભળેલા અકવાડા વિસ્તારમાં પહોંચી હતી જયાં ખાનગી ટ્રસ્ટ સંચાલિત આઈટીઆઈ કોલેજમાં સ્ટ્રક્ચર મુજબ હાલમાં ફાયરસેફ્ટી ની કોઈ જ ઉચિત વ્યવસ્થા ન હોય આથી ફાયરબ્રિગેડના અધિકારી પ્રદિપસિંહ જાડેજા તથા સ્ટાફે આઈટીઆઈ કોલેજને સીલ કરી સંચાલકોને નોટીસ પાઠવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સરદારનગર સ્થિત એક્ટિવ સ્કુલ પણ સીલઅકવાડા આઈટીઆઈ કોલેજમાં સીલની કાર્યવાહી પૂર્ણ કરી ફાયરબ્રિગેડના અધિકારીઓ જવાનો શહેરના સરદારનગર સ્થિત એક્ટિવ નામની ખાનગી શાળામાં પહોંચ્યા હતાં જયાં સ્ટ્રક્ચરની ચકાસણી કરી સંચાલકો પાસે ફાયરસેફ્ટી અંગે ના સાધનો તથા વ્યવસ્થા અંગે ખુલાસો માંગતા સંચાલકો યોગ્ય પ્રત્યુત્તર ન પાઠવી શકતા ફાયરબ્રિગેડની ટીમે એક્ટિવ શાળાને સીલ કરી હતી તથા સંચાલકો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...