ભાવનગરમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ કહી શકાય તેવું નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે વર્ષોથી પરંપરા મુજબ ભાદરવી અમાસનાં દિવસે પરિવારજનો માંથી સ્વર્ગવાસ પામેલ સ્વજનોની અસ્થિ (ફુલ) ની પૂજા વિધિ અને હિન્દુ શાસ્ત્રોક્ત પ્રમાણે દરિયામાં પધરાવવામાં આવે છે.
પરંતુ કોરોના મહામારીના કારણે અને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન મુજબ છેલ્લા બે વર્ષથી નિષ્કલંક મહાદેવ ખાતે અમાસનો મેળો પણ બંધ છે અને અસ્થિ વિસર્જન પણ કરવા દેવામાં આવતું નથી, જે બાબતે મંજૂરી આપવામાં આવે જેથી આવનારા દિવસોમાં આવી રહેલ ભાદરવી અમાસના દિવસે માત્ર અસ્થિ વિસર્જન શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે દરેક લોકો કરી શકે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
ગત વર્ષે પણ ભાવનગર તેમજ બહારથી આવેલ દરેક લોકોને પોલીસ દ્વારા ત્રણ કિલોમીટર દૂર બહારથી જ પરત મોકલી દેવામાં આવ્યા હતા જે બાબતે પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું, માટે આ વર્ષે આવનારી અમાસના દિવસે લોકોને કોરોના ની સંપૂર્ણપણે ગાઈડલાઈન અનુસાર અને જે પણ લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેઓ ના મૃત્યુ ના દાખલા અને માત્ર બે જ લોકોએ પોતાનું આધારકાર્ડ સાથે રાખી અને ચકાસી તંત્ર દ્વારા પાસ ઇસ્યૂ કરવામાં આવે જેથી બહારથી આવેલા લોકોને અસ્થિ (ફૂલ) પધરાવવામાં કોઈ અડચણ કે વિઘ્ન ના આવે અને શાસ્ત્રોક્ત વિધિવત પ્રમાણે કોળીયાક નિષ્કલંક મહાદેવના દરિયામાં અસ્થિ વિસર્જન કરી શકે તેવી જિલ્લા કલેકટરને આજે સામાજિક આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.