તપાસ:આપઘાતના દોઢ વર્ષ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વર્ષ પૂર્વે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો
  • બે મહિલા સહિત ત્રણ લોકોએ રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 10 લાખ માંગ્યા હતા

ભાવનગરના વેપારીને ખોટી રીતે દુષ્કર્મના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી 10 લાખની માંગણી કરનાર બે સગ્ગી બહેનો મળી કુલ ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે. આશરે દોઢ વર્ષ પહેલા ભાવનગરના આ વેપારીએ આ લોકોની હેરાનગતિથી આપઘાત કરી લીધો હતો.

શહેરના રિંગ રોડ નારાયણ સોસાયટી ખાતે રહેતા જગદીશભાઈ મથુરભાઈ ખેરાળાએ ભરતનગર પોલીસમાં કિશન ચુડાસમા, ગીતાબહેન રવજીભાઈ ગોહિલ અને ગીતાબેનના બહેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ઉક્ત ત્રણેય લોકોએ તેમના ભાઈ અરવિંદભાઈ મથુરભાઈ ખેરાળા (ઉ.વ. આશરે 40)ને દુષ્કર્મના ખોટા કેસમાં ફીટ કરવાની ધાક ધમકી આપી રૂ. 10 લાખની માંગણી કરી હતી તથા તેમના પરિવાર સાથે ઝઘડા કરી હેરાનગતિ કરતા હોય અને જો 10 લાખ નહી આપે તો બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધાક ધમકી આપતા હોય જે સહન નહી થતાં ગત તા. 5/3/2021ના રોજ તેમના ભાઈ અરવિંદભાઈએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો અને સુસાઈડ નોટમાં તેમણે સમગ્ર હકીકત વ્યક્ત કરી હતી. આ બનાવ અંગે ભરતનગર પોલીસે ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...