સેવા:ભાવનગરની શિશુવિહાર સંસ્થાનાં ઉપક્રમે ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 5 વર્ષમાં 7 હજારથી વધુ દર્દીઓની સેવા-સુશ્રુષા કરવામાં આવી

ભાવનગરની સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી તથા શિશુવિહાર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે શેઠ પરિવાર (મુંબઈ)નાં સહકારથી આજે ખાસ હાડકાં અને મસલ્સનાં દુઃખાવો ધરાવતા દર્દીઓ માટે ખાસ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો.

75થી વધું દર્દીઓને સારવાર
છેલ્લાં 5 વર્ષથી ચાલતાં આ ઉપક્રમ અંતર્ગત 7 હજારથી વધુ દર્દીઓની સેવા-સુશ્રુષા આ ફિઝિયોથેરાપી સેન્ટરમાં અત્યાર સુધી કરવામાં આવી છે. આ કેમ્પમાં સહજાનંદ કોલેજનાં નિષ્ણાંત ડૉ. ધારિણીબહેન ઠક્કરનીનીગરાની હેઠળ 75થી વધું દર્દીઓને સારવાર તથા જરુરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...