સારવાર:શહેરમાં એક દર્દી કોરોનામુક્ત થતા હવે એક દર્દી સારવારમાં

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા-ગ્રામ્ય વિસ્તાર કોરોનામાં સંપૂર્ણમુક્ત
  • ઇસ્કોન વિસ્તારમાં રહેતા અલંગના વ્યવસાયી થયા કોરોનામુક્ત, એક મહિલા સારવારમાં

શહેરમાં ગત સપ્તાહે બે દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા હતા જેમાં આજે શહેરના ઇસ્કોન વિસ્તારમાં રહેતા અને આ 49 વર્ષીય અલંગના ધંધાર્થીને કોરોના પોઝિટિવ જાહેર કરવામાંઆવ્યા હતા. આ પુરૂષ કોરોના પોઝિટિવ દર્દીની કોઇ બહારગામની હિસ્ટ્રી હતી નહીં આ પુરૂષ દર્દીએ કોરોના રસીકરણના બન્ને ડોઝ લઇ લીધા જેથી રિકવરી ઝડપી થઇ હતી.હવે શહેરમાં જયપુરથી પરત ભાવનગર ફર્યા બાદ આ 51 વર્ષીય મહિલાને કોરોનાના લક્ષણો જણાતા ગત શુક્રવારે ટેસ્ટ કરવામાં આવતાં તેઓ કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા તે હજી સારવારમાં હોય શહેરમાં હજી એક દર્દી કોરોનાની સારવારમાં છે.

ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 20,885 કેસ પોઝિટિવ નોંધાયા છે અને તે પૈકી 20,693 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા શહેરમાં કોરોનામાંથી સાજા થઇ જનારા દર્દીઓનો રેઇટ 99.08 ટકા છે. હાલ શહેરમાં એક દર્દી કોરોનાની સારવારમાં છે. જ્યારે શહેરમાં સરકારી ચોપડે અત્યાર સુધીમાં કુલ 191 લોકોના મોત થયા છે. ભાવનગર તાલુકા-ગ્રામ્ય વિસ્તાર ગત એપ્રિલ માસથી કોરોનામાં સંપૂર્ણમુક્ત છે. આ વિસ્તારમાં કોરોનાનો એક પણ દર્દી સારવારમાં નથી.

અન્ય સમાચારો પણ છે...