તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:ભાવનગરમાં મ્યુકોરમાઈકોસિસ રોગનો પગપેસારો, 15 દર્દી નોંધાતા સર ટી હોસ્પિટલમાં નવો વોર્ડ શરૂ કરાયો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સર ટી હોસ્પિટલમાં 50 બેડની વ્યવસ્થા કરવામા આવી
  • મ્યુકોરમાઈકોસિસના 8 શંકાસ્પદ કેસ પણ નોંધાયા

ભાવનગર શહેરમાં એક બાજુ કોરોનાની મહામારી શાંત લેવાનું નામ નથી લઈ રહી ત્યાં તો નવો રોગ મ્યુકોરમાઇકોસિસના ભાવનગરમાં 15 જેટલા કેસો નોંધાયા છે, અને 8 જેટલા કેસો શંકાસ્પદ છે,

ભાવનગરમાં છેલ્લા થોડા દિવસથી કોરોના સંક્રમિત લોકોની સંખ્યા કરતા સાજા થતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, આ વચ્ચે મ્યુકોરમાઇકોસિસ બીમારીએ શહેરમાં પણ પગપસેરો કરી દીધો છે, કોરોના બાદ હવે મ્યુકોરમાઈસિસનો ચેપ ફેલાતા ભાવનગર સર ટી હોસ્પિટલ હાલમાં 50 બેડ પથારીની વ્યવસ્થા કરેલ છે જો વધુ જરૂર પડશે તો વધારે વ્યવસ્થા કરવામાં આવેશે, ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે અલગ વોર્ડ શરૂ કરવામાં આવેલ છે.

તેવી જ રીતે ભાવનગરમાં પણ વોર્ડ શરૂ કરાતા ભાવનગર માં સર.ટી.હોસ્પિટલ માં હાલ આ વોર્ડ માં મ્યુકોરમાઈસિસ ના 15 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, અને બીજા 8 શંકાસ્પદ છે, હજુ દર્દીઓ આવે તો તેના માટે પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ભાવનગર સર ટી હોસ્પિટલના એડમીનીસ્ટ્રેટર હાર્દિક ગાઠાની એ જણાવ્યું હતું કે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે અલગ વોર્ડમાં 50 બેડ સાથે ની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમાં હાલ 15 દર્દીઓ મ્યુકોરમાઇકોસિસના કેન્ફર્મ કેસ છે અને 8 કેસ શંકાસ્પદ છે, વધુમાં જણાવ્યું હતું કે મ્યુકોરમાઇકોસિસ નામનો રોગ ફક્ત કોરોના માંથી સાજા થયેલા દર્દીઓને જ થાય એવું નથી, આ રોગ જે દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી, ડાયાબિટીસ કંટ્રોલમાં ન હોય અને અન્ય કોઈ ગંભીર રોગ હોય તેઓને પણ આ રોગ થવાની શક્યતા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...