વરસાદમાં 29%ની ઘટ:ભાદરવામાં નવા એક રાઉન્ડની જરૂર

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોન્સૂન ઓડિટ | ભાવનગરમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે 21 ટકા વધુ વરસાદ, કુલ વરસાદ 71 ટકા થયો

ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે સપ્ટેમ્બરના આરંભે જોઇએ હવે વરસાદના એ.ક નવા રાઉન્ડની જરૂર છે કારણ કે હજી વરસાદમાં 29 ટકાની ઘટ રહે ગઇ છે. જો કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે સ્થિતિ ઘણી સારી છે. કારણ કે ગત વર્ષે 4 સપ્ટેમ્બર સુધીમાં ભાવનગર જિલ્લામાં માત્ર 50 ટકા જ વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો હતો . આ વર્ષે આજ સુધીમાં કુલ સરેરાશ વરસાદ 436 મી.મી. થયો છે. હવે વરસાદમાં માંડ એકાદ મહિનો બાકી રહ્યો છે. આથી એક સારા રાઉન્ડની જરૂર છે.

ભાવનગર શહેરમાં ગત વર્ષે 4 સપ્ટેમ્બર સુધીમાં ભાવનગર શહેરમાં તો 346 મી.મી. એટલે કે 13.84 ઇંચ વરસાદ વરસી ગયો હતો તે આ વર્ષે ભાવનગર શહેરમાં 463 મી.મી. 117 મી.મી. વધુ છે. આ શહેરમાં સિઝનના કુલ વરસાદ 739 મી.મી.ના 463 મી.મી. એટલે કે 62.65 ટકા જ થયો છે. એટલે કે આ વર્ષે ભાવનગર શહેરમાં ચોમાસામાં વરસાદમાં 37.35 ટકાની ઘટ રહી ગઇ છે.

મહુવા અને ઘોઘા વચ્ચે વરસાદમાં 18 ઇંચનો તફાવત
અડીને આવેલા મહુવા અને ઘોઘા વચ્ચે આ વર્ષે વરસાદમાં 18 ઇંચથી વધુનો જબ્બર તફાવત જોવા મળ્યો છે. આ વર્ષે મહુવામાં આજ સુધીમાં કુલ વરસાદ 714 મી.મી. થઇ ગયો છે જ્યારે ઘોઘામાં કુલ વરસાદ માત્ર 259 મી.મી. જ થયો છે. આમ, જે તાલુકા એકબીજાને અડીને આવેલા છે તેના વચ્ચે વરસાદમાં 18.2 ઇંચનો તફાવત જોવા મળ્યો છે. આવું જ ભાવનગર અને ઘોઘા વચ્ચે પણ જોવા મળે છે કારણ કે ભાવનગરમાં 463 મી.મી. વરસાદ વરસ્યો છે જ્યારે ઘોઘામાં માત્ર 259 મી.મી. વરસાદ વરસ્યો છે.

આ વર્ષે તાલુકાવાઇઝ વરસાદમાં વધઘટ

તાલુકો20222021વધઘટ
ભાવનગર463 મી.મી.346 મી.મી.117 મી.મી
ગારિયાધાર455 મી.મી.384 મી.મી.71 મી.મી
ઘોઘા259 મી.મી.301 મી.મી.-42 મી.મી
જેસર290 મી.મી.239 મી.મી.51 મી.મી
મહુવા714 મી.મી.477 મી.મી.237 મી.મી
પાલિતાણા351 મી.મી.326 મી.મી.25 મી.મી
સિહોર475 મી.મી.175 મી.મી.300 મી.મી
તળાજા369 મી.મી.206 મી.મી.163 મી.મી
ઉમરાળા479 મી.મી.260 મી.મી.219 મી.મી
વલ્લભીપુર513 મી.મી.254 મી.મી.259 મી.મી
જિલ્લો436 મી.મી.296 મી.મી.140 મી.મી.

​​​​​​​મહુવા અને ઘોઘા વચ્ચે વરસાદમાં 18 ઇંચનો તફાવત

અડીને આવેલા મહુવા અને ઘોઘા વચ્ચે આ વર્ષે વરસાદમાં 18 ઇંચથી વધુનો જબ્બર તફાવત જોવા મળ્યો છે. આ વર્ષે મહુવામાં આજ સુધીમાં કુલ વરસાદ 714 મી.મી. થઇ ગયો છે જ્યારે ઘોઘામાં કુલ વરસાદ માત્ર 259 મી.મી. જ થયો છે. આમ, જે તાલુકા એકબીજાને અડીને આવેલા છે તેના વચ્ચે વરસાદમાં 18.2 ઇંચનો તફાવત જોવા મળ્યો છે. આવું જ ભાવનગર અને ઘોઘા વચ્ચે પણ જોવા મળે છે કારણ કે ભાવનગરમાં 463 મી.મી. વરસાદ વરસ્યો છે જ્યારે ઘોઘામાં માત્ર 259 મી.મી. વરસાદ વરસ્યો છે.

અન્ય સમાચારો પણ છે...