ક્રિસ્ટલ સ્ટોન:એનર્જી સ્ટોન દીપોત્સવીના પર્વમાં ગિફ્ટનો નવો વિકલ્પ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘરની ઉર્જાની સફાઈ માટે ઉપયોગી એનર્જી સ્ટોન

દિવાળીના સુખ સમૃદ્ધિના તહેવાર પર ઘર ની સફાઈ ની સાથે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવી વાસ્તુ એનર્જીની સફાય પણ જરૂરી હોય છે જેને “એનર્જી ઇન્ટીરીઅર” પણ કહી શકાય.જે તમારા પરિવારમાં પ્રગતી અને ખુશીઓ લાવે છે. આ શુદ્ધિકરણ માટે ધર માં ક્રિસ્ટલ નો ઉપયોગ કરી સજાવટ કરવામાં આવે છે. માર્કેટ માં અલગ અલગ પ્રકારના 100 રૂ. થી લઈને 1500 રૂ. સુધીના ક્રિસ્ટલ સ્ટોન ઉપલબ્ધ છે. દિવાળીના પર્વમાં તે ખૂબ ઉપયોગી ગિફ્ટ સાબિત થઈ શકે છે.

ક્રિસ્ટલ સ્ટોન શું છે? ક્રિસ્ટલનો મુખ્ય સ્ત્રોત ઊર્જા આપવાનો છે, તે ઊર્જા દ્વારા બીમારીને દૂર કરવા સક્ષમ હોય છે.દરેક ક્રિસ્ટલ અલગ-અલગ વિશેષતા ધરાવે છે, તે વિશેષતાને આધારે તેનો થેરાપીમાં ઉપયોગ કરવામાં આવે છે. પોતાની પ્રોટેકશન પ્રોપર્ટી માટે ચમત્કારિક મનાય છે.શારીરિક રીતે સ્ટોન પ્રદુષણ ,રેડીએશન અને નકારાત્મક વિચારોથી રક્ષા કવચ પૂરું પાડે છે.ઓરા અને એનર્જી સ્તરે સાયકિક પ્રોટેકશન આપે છે.જયારે આંતરિક યુદ્ધ ચાલતું હોય અને ખુબ નકારાત્મક વિચારો ઘેરી વળ્યા હોય ,સબંધો માં તણાવ આવ્યો હોય માંદગી રેહતી હોય ત્યારે એનર્જી આપી હકારાત્મક ઉર્જા આપે છે.શારીરિક તેમજ ઈમોશનલ હિલીંગ માં ઉપયોગ માં લેવાય છે.મેડિટેશન માં ઉપયોગી બને છે. - ડૉ.ખ્યાતિબેન પરીખ , નેચરોપેથ ,રેઈકી ગ્રાન્ડ માસ્ટર, યુનિવર્સલ નેચરોપથી સેન્ટર

કયા પરિણામ માટે ક્યાં ક્રિસ્ટલ સ્ટોન ખરીદવા ?
માનસિક શાંતિ, આધ્યાત્મિક પ્રગતી,એમીથીસ્ટ,એકાગ્રતા ,યાદશક્તિ વધારવા બ્લુ લેપીઝ મેન્ટલ પ્રોટેકશન માટે બ્લેક ટર્મલાઈન પ્રેમ, સ્વ-પ્રેમ, મિત્રતા, આંતરિક ઉપચાર અને શાંતિની લાગણીઓને પ્રોત્સાહન આપવા માટે રોઝ ક્વાર્ટઝ ગ્રાઉન્ડીંગ માટે તેમજ શારીરિક તથા માનશીક સ્ટેબીલીટી માટે રેડ જાસ્પર આનંદ,આંતરિક ઉલ્લાસ માટે ક્રિસ્ટલ સ્ટોન

અન્ય સમાચારો પણ છે...