મહુવા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં.1ના પ્રવેશદ્વાર ઉપર જવા મહુવાના મુસાફરોને 3 થી 4 કી.મી. ફરીને જવુ પડે છે.મહુવાનો વિકાસ પશ્ચિમ દિશામાં થયો હોય રેલ્વે સ્ટેશનની દક્ષિણ-પશ્ચિમ રેલ્વેની વિશાળ જગ્યા છે. પ્લેટફોર્મ નં.2 આવેલુ છે તે જગ્યાએથી બીજુ પ્રવેશદ્વાર બનાવી મુસાફરોને 3-4 કી.મી.નું અંતર ઘટાડી રેલ્વે સ્ટેશન પહોચવા સુગમતા વધશે અને મુસાફરોનો સમય અને પેટ્રોલ-ડીઝલનો બગાડ અટકશે.
રેલ્વે તંત્ર દ્વારા પ્લેટફોર્મ નં.2 ને પ્રવેશદ્વાર આપી અને તે બાજુએ ટીકીટ બુકીંગ વિન્ડો આપી મહુવાના મુસાફરોને સુવિદ્યા વધારવા માંગ ઉભી થવા પામી છે. પશ્ચિમ તરફ રેલ્વેની જગ્યાની હદ સુધી નગરપાલિકાનો આર.સી.સી. રોડ આવેલ છે. પ્લેટફોર્મ નં.2ને પ્રવેશદ્વાર આપવામાં આવે તો સોસાયટી વિસ્તારમાંથી આવતા મુસાફરોને પડતી હાલાકી દુર થાય.
માલ પહોંચાડવા પાક્કો RCC રોડ બનાવવાની જરૂર
મહુવા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં.2 બ્રોડગેજ ટ્રેકને લાયક પાક્કા અને મજબુત બનાવવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે. પ્લેટફોર્મ નં.2 ઉપર લાવવામાં આવતી મુસાફર ટ્રેનોના મુસાફરોને અગવડતા ન પડે તે માટે તથા માલગાડી લગાવાતી હોય ત્યાં સુધી માલ પહોંચાડવા પાક્કો આર.સી.સી.રોડ બનાવવામાં આવે તેમજ રેલ્વે સ્ટેશનની બન્ને બાજુથી પ્લેટફોર્મ નં.2 ઉપર માલ પહોંચાડી શકાય અને મુસાફરો નિર્ભય રીતે સરળતાથી પ્લેટફોર્મ નં.1 ઉપર થી પ્લેટફોર્મ નં.2 ઉપર અને પ્લેટફોર્મ નં.2 થી પ્લેટફોર્મ નં.1 જઇ શકે તે માટે અંડરબ્રીજ, ઓવરબ્રીજ, ફુટબ્રીજ, એકસીલેટર બ્રીજ જેવી સુવિધા અને માલ પહોંચાડવા પાકો રસ્તો બનાવવો જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.