તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:શાળાઓને સીલ મારવા જતા નવો પરિપત્ર આવ્યો, 4ને સીલ

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 9 મીટર કે તેથી ઓછી ઉંચાઇ ધરાવતીશૈક્ષણિક સંસ્થાને ફાયર NOC જરૂરી નહીં
  • બીયુ પરમીશન વગરની 104 અને ફાયર NOC વગરની 170 મિલકતોને નોટીસ

હાઇકોર્ટના કડક વલણ બાદ ભાવનગર કોર્પોરેશન પણ દોડતું થયું અને બીયુ પરમિશન તેમજ ફાયર NOC વગરની મિલકતોને નોટિસ આપવાનું શરૂ કર્યું. અને આજે તો ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને સીલ મારવાનું પણ શરૂ કર્યું. ત્યાં જ રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓના નિયામકનો પરિપત્ર બહાર પડ્યો. નવ મીટરથી નીચેની ઊંચાઈ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓને ફાયર NOCની જરૂરિયાત જ કાઢી નાખી જેથી 15 જેટલી શાળાઓની તપાસ કરતાં ચાર શાળાને સીલ લાગ્યા હતા.

ભાવનગર કોર્પોરેશન દ્વારા આજ સુધીમાં ફાયર સેફ્ટીનું NOC ના હોય તેવી 170 મિલકતો તેમજ બીયુ પરમિશન ન હોય તેવી 104 મિલકતોને નોટિસ આપવામાં આવી છે. સાથોસાથ આજથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અગાઉ નોટિસ આપવા છતાં ફાયર સેફ્ટીની સુવિધા બાબતે ગંભીરતા ન લેતી હોય તેવી શૈક્ષણિક સંસ્થાઓનું ચેકિંગ હાથ ધરી સીલ મારવાનું શરૂ કર્યું હતું. તરસમીયા રોડ પર સહજાનંદ વિદ્યાલય, આરાધના વિદ્યાસંકુલ, કાળિયાબીડ ભગવતી સર્કલમાં આવેલી તક્ષશિલા વિદ્યાલય અને ગણેશનગર 2 માં આવેલી પારસ વિદ્યાલયને સીલ મારવામાં આવ્યા હતા.

જે પૈકી તક્ષશિલા વિદ્યાલયના સંચાલકો દ્વારા દંડ ભરપાઈ કરી બોન્ડ આપતા તેનું સીલ ખોલવામાં આવ્યું હતું. પરંતુ શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફટીને લઈ નવો પરિપત્ર બહાર પાડતા જ ફાયર બ્રિગેડના એન.ઓ.સી આપવાના સત્તાના હાથ ટૂંકા થયા હતા. નવ મીટર અને તેનાથી નીચેની ઊંચાઈ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓ કે જેનું કોઈપણ ક્ષેત્રફળ હોય તેઓને ફાયર NOC લેવું જરૂરી નથી. નવા પરિપત્ર મુજબ ફાયર NOC લેવામાં છૂટછાટ મળી છે પરંતુ તેમાં જરૂરી ફાયર સેફટી નહીં હોય તેવી શૈક્ષણિક સંસ્થાઓને સીલ મારવા સુધીની કાર્યવાહી તો ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા કરી જ શકાશે.

અન્ય સમાચારો પણ છે...