તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગ્રામ્ય કક્ષાએ એક નવો કેસ એક દર્દી થયો કોરોનામુક્ત

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુલ 21,441 કેસ સામે 21,136 દર્દી સાજા થયા
  • ચાર દિવસની શાંતિ બાદ એક પુરૂષ દર્દી પોઝિટિવ મળ્યો, એક મહિલાએ કોરોનાને કર્યો પરાજિત

ભાવનગર શહેર અને જિલ્લામાં ઓગસ્ટ માસમાં પણ કોરોનાનો કહેર શાંત રહ્યો છે. જો કે આજે ગ્રામ્ય કક્ષાએ એક નવો પોઝિટિવ કેસ મળ્યો તો તેની સામે ગ્રામ્ય કક્ષાએ જ એક દર્દીએ કોરોનાનો પરાજિત કર્યો હતો. ભાવનગર શહેર અને જિલ્લામાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 21,441 કેસ નોંધાયા છે અને તેની સામે આજ સુધીમાં કુલ 21,136 દર્દીઓ કોરનામુક્ત થઇ જતા સમગ્ર શહેર-જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ 98.58 ટકા થયો છે. હવે શહેરમાં એક અને ગ્રામ્ય કક્ષાએ 7 મળીને કુલ આઠ દર્દીઓ કોરોનાની સારવારમાં છે.

ભાવનગર શહેરમાં આજ પણ એકેય નવો કેસ નોંધાયો નથી. આથી આજ સુધીમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 14,011 કેસ નોંધાયા છે અને તેની સામે 13,850 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા શહેર કક્ષાએ રિકવરી રેઇટ વધીને 98.85 ટકાએ યથાવત છે. જ્યારે આજે ગ્રામ્ય કક્ષાએ અેક નવો પોઝિટિવ કેસ નોંધાયો હતો જેમાં એક પુરૂષ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવારમાં દાખલ કરાયો હતો. તેની સામે કોરોનાની સારવાર લઇ રહેલા એક મહિલા દર્દી કોરોનામુક્ત થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કોરોના પોજિટિવના કુલ 740 કેસ નોંધાયા છે અને તેની સામે અાજ સુધીમાં કુલ 7286 દર્દીઓ કોરનામુક્ત થઇ જતા તાલુકા-ગ્રામ્ય કક્ષાએ રિકવરી રેઇટ 98.06 ટકાએ યથાવત રહ્યો છે. હવે સમગ્ર શહેર-જિલ્લાને પુન: કોરોનામુક્ત થવાને આડે 8 દર્દીઓ બાકી છે.આમ ભાવનગર શહેર અને જિલ્લામાં ઓગસ્ટ માસમાં કોરોનાનો કહેર લગભગ શાંત રહ્યો છે અને દર બે દિવસે કોરોના પોઝિટિવનો એક કેસ મળવાની એવરેજ રહી છે.

અન્ય સમાચારો પણ છે...