આયોજન:રવિવારે સવારે શહેરમાં પ્રકૃતિ વંદન કાર્યક્રમ યોજાશે, દેશમાં એક કરોડ‌ પરિવાર કાર્યક્રમમાં જોડાશે

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હિન્દુ આધ્યાત્મિક, સેવા સંસ્થાન, પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા વન સુરક્ષાનું આયોજન

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન અને પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા પર્યાવરણ અને વન સુરક્ષા હેતુથી તા. 30 ઓગસ્ટને રવિવારે સવારે 10 થી 11 પ્રકૃતિ વંદન કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં જોડાવા માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે.

ભાવનગરના મેયર મનભા મોરી , મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ.ના વી.સી. મહિપતસિંહ ચાવડા, ડે.મેયર, નિલેશભાઈ રાવલ સહિત શહેરના મહાનુભાવો, ઉધોગપતિઓ સહિત આ કાર્યક્રમમાં જોડાશે. ભારતમાંથી એક સાથે એક સમયે આશરે એક કરોડ પરિવાર પ્રકૃતિ વંદન કાર્યક્રમમાં જોડવાનો લક્ષાંક છે. આ પ્રકૃતિ વંદન કાર્યક્રમમાં સરસંઘચાલક મોહન ભાગવતનું ઓનલાઇન ઉદબોધન રહેશે.

અન્ય સમાચારો પણ છે...