સતર્કતાની ચકાસણી:ભાવનગર એરપોર્ટ પર બોમ્બ મુકાયો હોવાની મોકડ્રિલ યોજવામા આવી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મલ્ટી એજન્સી મોક એકસરસાઈઝનું આયોજન કરાયું

ભાવનગર એરપોર્ટ પર આજે સીઆઈએસએફ દ્વારા પોતાની સુરક્ષા પ્રણાલીને ચેક કરવા માટે મલ્ટી એજન્સી મોક એકસરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું.

એરપોર્ટ ખાતે 4:15 વાગે ભાવનગર એરપોર્ટ પર બોંબ હોવાનો ફોન આવ્યા હતો, જે ફોનના આધારે તાત્કાલિક એરપોર્ટ ઓથોરિટી દ્વારા સંબંધિત સીઆઈએસએફ, એરપોર્ટ ફાયર વિભાગ, એરપોર્ટ એમ્બ્યુલન્સ, બીડીડીએસ ટિમ, ડોગ સ્કોડ સહિતના સ્ટાફને એલર્ટ કરવામાં આવ્યા હતા.

એરપોર્ટ પર આવતા તમામ લોકોને સુરક્ષિત એક બાજુ ખસેડવામાં આવ્યા હતા, આ એરપોર્ટ પરના તમામ અધિકારીઓ તાત્કાલિક સ્ટાફ દોડી આવ્યો હતો, તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ આજુબાજુ વિસ્તાર કોડર્ન કરી બોંબને ડિફ્યુઝ કર્યો હતો. મલ્ટી એજન્સી દ્વારા મોક એકસરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં 1 કલાક સમય જેટલી ચાલી હતી.

જેમાં ઘટના બાદ કેવી ઝડપભેર કામગીરી બચાવ તંત્રએ હાથ ધરવી જોઇએ તે માટેની મોકડ્રીલ બુધવારના રોજ યોજાઇ હતી, જેમાં ફાયર વિભાગ, સુરક્ષા કર્મીઓ, તબીબી સ્ટાફ વિગેરે જોડાયા હતા. જો ખરેખર આવો અકસ્માત થાય તો કેટલી ઝડપભેર રીતે બચાવ રાહત કામગીરી હાથ ધરી શકાય તે માટે મોકડ્રીલ યોજાઈ હતી.ચીફ એરપોર્ટ સિક્યુરિટી ઓફિસર એમ.કે.ઝા એ જણાવ્યું હતું કે બધીજ અજેન્સીઓના સ્ટાફ દ્વારા ઘટના ને લઈ સારી કામગીરી કરવામાં આવી હતી અને જો ભવિષ્યમાં આવી કોઈ શંકાસ્પદ ચીજ-વસ્તુઓ અથવા બેગ મળી આવે તો કેવી રીતે લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવે તેની આજે મોકડ્રિલ યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...