અકસ્માત:સાઈકલ પર ઘરે આવી રહેલા આધેડનું ટ્રક અડફેટે મોત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાડીમાં કામ પુરૂ કરીને પરત ફરી રહ્યાં હતા

ભાવનગર શહેરના એરપોર્ટ રોડ પર આવેલી વાડીમાં કામ પતાવીને સાઈકલ પર ઘરે જઈ રહેલા આધેડ ઈસમ સાથે પુરપાટ ઝડપે આવતા ટ્રકે અકસ્માત સર્જતા આ ઈસમનું મોત નિપજ્યું હતું.મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના રૂવા ગામ નિશાળની સામે નવાપરામાં રહેતા અને આ રોડ પર જ આવેલ સુવિધા સોસાયટીની પાછળ વાડીમાં કામ પતાવી આજે સવારે સાઈકલ પર પોતાના ઘરે જઈ રહેલા શંભુભાઈ મકાભાઈ મકવાણા (ઉ.વ.40)ને પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક નં. જીજે-10-ટીએક્સ-4700ના ચાલકે શંભુભાઈને ઝપટમાં લઈ અકસ્માત સર્જતા તેને ગંભીર ઈજા થતાં સારવારઅર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. બનાવ અંગે મૃતકના ભાઈએ ઘોઘા રોડ પોલીસ મથમાં ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...