અકસ્માત:મહુવાથી ચાલીને આવી રહેલા આધેડને કારે અડફેટે લેતા મોત

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાકભાજી લઈને ભુતેશ્વર ગામે આવી રહ્યા હતા
  • સવારે 11.30ના અરસામા કાર ચાલકે પાછળથી અડફેટે લીધા, ઘટના સ્થળે જ મોત

મહુવાના ભુતેશ્વર રોડ પર ચાલીના જઈ રહેલા એક આધેડને કાર ચાલકે પાછળ‌થી અડફેટે લેતા આધેડનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. આ મામલે મહુવા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.મહુવાના ભુતેશ્વર ગામે રહેતા ધનાભાઈ ચીંથરભાઈ ઢાપા (ઉ.વ.58) આજે સવારે મહુવાથી શાકભાજી લઈને ભુતેશ્વર ગામે પરત આવી રહ્યાં હતા ત્યારે મહુવા તરફથી આવી રહેલી જીજે 01 એચડબલ્યુ 5410ના ચાલકે તેમને મહુવા-ભુતેશ્વર રોડ વચ્ચે ખારા વિસ્તારમાં ગેરેજ પાસે પાછળથી ટલ્લો મારી અકસ્માત સર્જ્યો હતો.

જેમાં ધનાભાઈ ચીંથરભાઈ ઢાપાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી કારચાલક ભાગવા જઈ રહ્યો હતો પરંતુ સ્થાનિકોએ તેને ઝડપી લીધો હતો. આ અંગે મરણજનારના પુત્ર પ્રવિણભાઈ ઢાપાએ મહુવા પોલીસ મથકમાં ઉક્ત જીજે-01-એચડબલ્યુ-5410ના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...